ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોનાના કેસ 5 લાખને પાર, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 131 ના મોત

દિલ્હીમાં કોરોનાનો આંકડા 5 લાખને પાર થયો છે, તો કોરોનાથી થયેલા મોતે અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 131 લોકોના મોત થયા છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus in Delhi
CoronaVirus in Delhi
author img

By

Published : Nov 19, 2020, 7:26 AM IST

  • દિલ્હીમાં ફરી વકર્યો કોરોના
  • દિલ્હીમાં કોરોનાના કેસ 5 લાખને પાર
  • 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 131 ના મોત
  • કોરનાથી 1.58 ટકા છે મૃત્યુદર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સતત વધુ સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને આ સંખ્યા વધીને હે 5 લાખને પાર થઇ છે, તો કોરનાથી મોતના કેસમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે રાત્રે દિલ્હી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7486 નવા કેસ સામે આવ્યા છે. આજના વધારા બાદ દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંકડો 5 લાખ 3 હજાર 84 પર પહોંચ્યો છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus in Delhi
દિલ્હીમાં કોરોનાના કેસ 5 લાખને પાર

24 કલાકમાં 131 ના મોત

દિલ્હીમાં અત્યારે કોરોના સંક્રમણનો દર 12.03 ટકા છે. અત્યાર સુધીના કુલ આંકડા અનુસાર સંક્રમણનો દર 9 ટકા પર પહોંચ્યો છે, તો કોરોનાથી મોતના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ 131 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોનાથી મોતની કુલ સંખ્યા 7943 થયો છે.

1.58 ટકા છે મૃત્યુ દર

કોરોનાથી થઇ રહેલા મોતનો દર 1.58 ટકા છે. 10 દિવસોમાં થયેલા મોતની સંખ્યા અનુસાર મોતનો દર પણ સતત વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયા સુધી એક ટકાથી નીચે રહેલો આ દર આજે 1.48 ટકા પર પહોંચ્યો છે. દિલ્હીમાં સતત મોટી સંખ્યામાં લોકો કોરોનાને માત પણ આપી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6901 દર્દીઓ સ્વસ્થ થયા છે.

કોરોનાના 4444 કન્ટેન્મેન્ટ ઝોન

હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓની વાત કરીએ તો તેની સંખ્યા હવે 24,842 થઇ છે. તો કોરોનાના હૉટ સ્પોટ્સનો આંકડો હવે 4444 થયો છે. કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 62,232 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 19,085 ટેસ્ટ આરટીપીસીઆરના માધ્યમથી થયા છે, તો 43,147 ટેસ્ટ રેપિડ એંટિજન માધ્યમથી થયા છે. જે બાદ દિલ્હીમાં થયેલા સેમ્પલ ટેસ્ટના કુલ આંકડા 55,90,654 થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.