નવી દિલ્હી: કોરાના વાયરસની વૈશ્વિક અસરને ધ્યાનમાં લઈને ભારત-યૂરોપિયન યૂનિયન શિખર સમ્મેલનમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. આ સાથે જ વડાપ્રધાન મોદીની બેલ્જીયમ યાત્રાની તારીખ હવે નવેસરથી નક્કી કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે આ વિશે કહ્યું કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારત EU શિખર સમ્મેલનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગાઉ આ સમ્મેલન આ મહિનામાં યોજાવાનું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રૈાખીને સ્વાસ્થ્ય અધિકારીઓએ વડાપ્રધાન મોદીની આ યાત્રા રદ કરી છે.