નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા હાથરસ મામલે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ક્રોંગ્રેસ પાર્ટી ન્યાયની માંગને લઈ દેશભરમાં રાજ્યોમાં જિલ્લાના મુખ્યમથક પર આજે સત્યાગ્રહ કરશે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ, સંગઠન, કેસી વેણુગોપાલે કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ પીડિતા અને તેમના પરિવારના ન્યાયની માંગને લઈ ઉત્તરપ્રદેશ સરકારની ક્રૂર અને કાર્યવાહી વિરુદ્ધ મહાત્માગાંધી, આંબેડકર પ્રતિમાઓ પર મૌન સત્યાગ્રહ કરશે.
તેમણે કહ્યું કે, સત્યાગ્રહમાં વરિષ્ઠ નેતા, સાંસદ, વિધાયક, પાર્ટીના પદાધિકારીઓ અને અન્ય કાર્યકર્તાો સામેલ રહેશે.વેણુગોપાલે કહ્યું કે, ઉત્તરપ્રદેશના હાથરસમાં એક યુવતિ પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. જેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.
તેમણે આરોપ લગાવ્યો કે,19 વર્ષીય યુવતિને જીવન અને મૃત્યુ બંન્નેમાં ન્યાય અને ગરિમાથી વંચિત કરવામાં આવી છે કારણ કે, તેમના મૃતદેહને રાત્રિના સમયે પરિવારની પરવાનગી વગર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકારની અમાનવીયતા પીડિતાની ગરિમાને ઠેસ પહોંચાડે છે.
કોંગ્રેસ નેતા 1 ઓક્ટોમ્બરના ઉત્તરપ્રદેશ સરકારે તેમની કાર્યવાહીની નિંદા કરી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પરિવારને મળવા માટે હાથરસ જવા નીકળ્યા હતા, પરંતુ યુપી પોલીસે તેમના કાફલાને રસ્તામાં જ રોક્યો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ કરી હતી.