મધ્ય પ્રદેશ કોંગ્રેસ સંગઠનના મહામંત્રી અને ઝાબૂઆના પ્રભારી રાજીવ સિંહે જણાવ્યું હતું કે, પેટા ચૂંટણી કોઈ પણ હોય રાજકીય પાર્ટીઓ માટે દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે.
કોંગ્રેસે જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં 40 સ્ટાર પ્રચારકો જવાના છે. જેમાં મુખ્યપ્રધાન કમલનાથ, જ્યોતિરાદિત્યા સિંધિયા તથા દિગ્વિજય સિંહ પણ હાજર રહેવાના છે. જો કે, ગુજરાતના ક્યા નેતા પ્રચારમાં જવાના તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઝાબૂઆ વિધાનસભા ગુજરાતની સરહદને અડીને આવેલી છે પણ ગુજરાતની 2-3 વિધાનસભા ઝાબૂઆની નજીકમાં જ આવેલી છે. એકદમ ઝાબૂઆની નજીક હોવાના કારણે ગુજરાતના લોકો અહીં આવતા જતાં હોય છે. ભૌગોલિક દ્રષ્ટિ પણ આ વિસ્તારો નજીક છે. એટલા માટે અહીંના નેતાઓને કોંગ્રેસે આ પેટાચૂંટણી માટે યાદીમાં સામેલ કર્યા છે.