નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિતિન પ્રસાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ સાથે સંકળાયેલા સમાચાર અંગે ગુરુવારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પોતાના લોકોને નહીં, પરંતુ ભાજપને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા આડે હાથ લેવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું કે, પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રસાદને સત્તાવાર રીતે આડે હાથ લેવા દુર્ભાગ્યપૂર્ણ છે.
સિબ્બલે ટ્વીટ કરીને કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ ઉત્તર પ્રદેશમાં જિતિન પ્રસાદને સત્તાવાર રીતે આડે હાથ લેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસને પોતાના લોકો પર નહીં, પરંતુ ભાજપને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા આડે હાથ લેવાની જરૂર છે.
મળતી માહિતી મુજબ, લખીમપુરી ખીરી કોંગ્રેસ સમિતિએ 5 પ્રસ્તાવ રજૂ કર્યા છે. જેમાં એકમાં માગ કરવામાં આવી છે કે, જિતિન પ્રસાદ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સિબ્બલ, તિવારી અને પ્રસાદ એ 23 નેતાઓમાં સામેલ છે, જેમણે તાજેતરમાં કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે બદલાવ, સામૂહિક નૈતૃત્વ અને કાયમી પ્રમુખ અંગે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.