મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે રાજકારણમાં થયેલી ઉથલપાથલ લઈ કોંગ્રેસ પાર્ટી શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર પર નિશાન તાકીને બેઠી છે. જેના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી થતાં પહેલાં કોંગ્રેસ પાર્ટીના વરીષ્ઠ નેતાએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
પાર્ટીની સંસદીય રાજકીય સમૂહ બેઠક બાદ કોંગ્રેસ નેતા કે.સુરેશે જણાવ્યું હતું કે, "અમે મહારાષ્ટ્રના મુદ્દાઓને ગંભીરતાથી લઈશું. જરૂર પડશે તો અમે બંને સંસદગૃહમાં કાર્યવાહી પણ રોકીશું. કારણ કે, કેન્દ્ર સરકાર પહેલા અરૂણાચલ પ્રદેશ, ગોવા, કર્ણાટક અને હવે મહારાષ્ટ્રમાં લોકશાહીની હત્યા કરી રહી છે."
આમ, સંસદમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ રાણનીતિ ઘડવા માટે લોકસભા નેતા અધીર રંજન ચૌધરી અને રાજ્યસભા પાર્ટીના નેતા ગુલાબનબી આઝાદ સહિત કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલ સોનિયા ગાંધીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી આગામી 12 ડિસેમ્બર સુધી ચાલશે.