નવી દિલ્હીઃ કોંગ્રેસે ભારત-ચીન સરહદને લઇને દાવો કર્યો કે, ચીનના કબ્જામાં હજૂ પણ થોડો વિસ્તાર છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડાપ્રધાન મોદીને આડે હાથ લેતા કહ્યું કે, મોદી સરકાર અને ખૂદ વડાપ્રધાન મોદી ચીની હિંમત અને કબ્જાને લઇને છાસવારે જુઠ્ઠં બોલી રહ્યા છે.
તેમણે કહ્યું કે, ભારતની જમીનમાં ચીન કબ્જો કરવાની હિંમત અવાર-નવાર કરી રહ્યું છે. ચીને ડેપસાંગ પ્લેસ અને પૈંગોંગ ત્સો લેક વિસ્તારમાં જબરદસ્તી કબ્જો કરવા સાથે ચીની સૈન્યથી ભયનો અહેસાસ કરાવ્યો છે.
તેમણે કહ્યું કે, મોદી સરકાર દ્વારા ફેલાવવામાં આવેલી ભ્રમજાળ દેશ સેવા અને રાષ્ટ્રભક્તિ બન્નેમાંથી એક પણ નથી.
સુરજેવાલાએ પ્રેસ નોટ જાહેર કરીને દાવો કર્યો કે, ચીન ડેપસાંગ અને દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં બાંધકામ કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, ચીને પૈંગોંગ ત્સો લેક વિસ્તારમાં ફિંગર 8થી ફિંગર 4 સુધીના પહાળોમાં ભારતીય સરહદના 8 કિ.મી અંદર કબ્જો કરી રાખ્યો છે અને ત્યાં 3,000 ચીની સૈનિક પણ સ્થિત છે, જ્યારે મોદી સરકાર ફિંગર 4 પર તૈનાત સેનાને ફિંગર 3 અને 2 વચ્ચે લઇ આવી છે.
સુરજેવાલા મુજબ, ચીનના ડેપસાંગ પાસે નાગરિકો માટે બનેલા એરપોર્ટને સૈન્યના એરપોર્ટમાં બદલી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીને 2 સૈનિકોના ડિવીઝનને લદ્દાખમાં ભારતીય વિસ્તાર પાસે તૈનાત કરી રાખ્યા છે અને યુદ્ધ સામગ્રી પણ જમા કરી રાખી છે.