ભારતીય પત્રકારો તેમજ સામાજિક કાર્યકર્તાઓના જાસુસીનો ખુલાસો થયા બાદ કોંગ્રેસે મોદી સરકાર પર ગેરકાયદેસર રીતે જાસુસી કરાવવાનો આરોપ લગાવ્યો છે, કહ્યુ કે આ મામલે અદાલતની સાક્ષીમાં તપાસ કરાવવી જોઈએ.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ હાઈકોર્ટને આગ્રહ કર્યો છે કે તે તાત્કાલિક આ બાબતે તપાસ કરે અને સરકારની જવાબદારીનું ભાન કરાવે.
તેમણે આ પણ દાવો કર્યો છે કે, પોતાના જ નાગરિકો સાથે અપરાધીયોની જેમ વ્યવહાર કરતી આ સરકાર આ દેશનું નેતૃત્વ કરવાનો નૈતિક આધિકાર ગુમાવી બેઠી છે. વધુમાં જણાવ્યુ કે, 1400 લોકોની જાસુસી કરવાની વાત સામે આવી છે, જ્યારે આ આંકડો હજારોએ પહોંચ્યો છે.
કોંગ્રેસના નેતાએ કહ્યુ કે મોદી સરકારે આ મામલે રહસ્યમય મૌન રાખ્યુ છે. માત્ર રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી કહ્યુ કે, ભારત સરકાર Whatsappને પુછી રહી છે કે,આ જાસુસી કેવી રીતે થઈ છે. આ તો "ઉલ્ટા ચોર કોતવાલ કો દાંટે" જેવી વાત થઈ ગઈ છે. જાસુસી ભારત સરકારની એજન્સીઓ કરે છે. વળી તે Whatsappને પુછે છે કે, જાસુસી કેવી રીતે થઈ છે.
એમણે કહ્યુ કે, ન્યાયધીશો, પત્રકારો, સામાજિક કાર્યકર્તાઓ, વિપક્ષ નેતાઓ અને વકીલોની મર્જી વગર તેમની જાસુસી થઈ છે. શું આ પાછળ જવાબદાર લોકો વિરુધ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા છે?
ચાર મહાદ્વીપના ઉપયાગકર્તાઓ આ જાસુસીનો શિકાર બન્યા છે. જેમાં રાજનીતિક વિરોધી, પત્રકાર અને વરિષ્ઠ સરકારી અધિકારી શામિલ છે.
ઉલ્લેખનીય છે કે, Whatsapp એ ખુલાસો નથી કર્યો કે, કોના કહેવાથી પત્રકારો અને સામાજિક કાર્યકર્તાએના ફોન હેક કરવામાં આવ્યા છે.