જયપુરઃ રાજસ્થાનમાં ધમાસાણ વચ્ચે કોંગ્રેસ મીડિયા સેલના પ્રમુખ રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનમાં થઇ રહેલા ઘટનાક્રમના ષડયંત્ર રચવામાં સામેલ છે. તેમના પર તરત જ FIR દાખલ કરીને તેમની ધરપકડ કરવી જોઇએ. તેમણે કહ્યું કે, તપાસમાં આ બાબતનો ખુલાસો હશે કે, કેન્દ્ર સરકારના ક્યાં વ્યક્તિ આ પુરી પ્રક્રિયામાં સામેલ છે.
પાર્ટીએ પાયલટ ગુટના બે ધારાસભ્યોને પણ પાર્ટીમાંથી હાંકવાની ઘોષણા કરી છે. તેમના નામ ભંવર લાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહ છે.
વધુમાં જણાવીએ તો સચિન પાયલટની બગાવત બાદ તેમણે ઉપ મુખ્યપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા છે. પાર્ટીની સાથે મતભેદોને દૂર કરવાના ગાંધી પરિવારના તમામ પ્રયાસો હોવા છતાં પાયલટે પોતાના નિશ્ચય પર અડગ છે.
રાજસ્થાનમાં ધમાસાણ હજૂ ખતમ થઇ નથી. આ સિયાસી સંકટ ગુરૂવારે એ સમય વધુ ગાઢ બન્યું જ્યારે સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 બાગી ધારાસભ્યએ સ્પીકર સીપી જોશી તરફથી મળેલી નોટિસની વિરૂદ્ધ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી.
હાઇકોર્ટમાં સચિન પાયલટ તરફથી વકીલ હરીશ સાલ્વે અને મુકુલ રોહતગી પૈરવી કરી રહ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસે કેસ ડબલ બેન્ચને સુપરત કર્યો છે. આજે તેની સુનાવણી થશે.
સચિન પાયલટ સહિત 19 બાગી ધારસભ્યો પર વિધાનસભા સ્પીકર શુક્રવારે સાંજે 5 કલાક સુધી કોઇ કાર્યવાહી કરશે નહીં. તો હાઇકોર્ટની ખંડપીઠમાં કેસની સુનાવણી બપોરે 1 કલાકે થશે. વિધાનસભા અને સચિન પાયલટ પક્ષ તરફથી તેના વકીલોએ હાઇકોર્ટમાં એક સહમતિ પત્ર રજૂ કર્યો છે.