નવી દિલ્હીઃ વિદેશપ્રધાન એસ જયશંકર રશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે. આ દરમિયાન જયશંકર મંગળવારે એટલે કે આજે ઈરાન રોકાઈ શકે તેવી સંભાવના છે.
જયશંકર મોસ્કોમાં આયોજિત આઠ સભ્યોની શંઘાઈ સહયોગ સંગઠન(SCO) ના વિદેશપ્રધાનોની બેઠકમાં સામેલ થવા માટે રશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે, જે સંગઠનમાં ભારત અને ચીન પણ સભ્ય છે. મોસ્કો માટે રવાના થતાં પહેલા જયશંકર તેહરાનમાં ઈરાનના વિદેશ પ્રધાન જવાદ જરીફ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.
જોકે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ તાજેતરમાં જ રશિયાના પ્રવાસેથી પરત આવ્યાં છે. તેઓ પણ મોસ્કોમાં યોજાયેલી રક્ષા પ્રધાનોની બેઠકમાં સામેલ થયાં હતા. હવે આઠ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનું મોસ્કોમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકર ભાગ થશે. આ બેઠકમાં ભાગ લેવા માટે મંગળવારે એસ જયશંકર ચીની ડેસ્ક સાથે મોસ્કો પહોંચશે. જયારે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી બુધવારે પહોંચશે.
અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ભારત ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ચર્ચા કરી શકે છે. લદ્દાખમાં સ્થિતિ જોઈને બંને નેતા આ મુદ્દે કઈંક નિર્ણય લઈ શકે છે.
નોંધનીય છે કે આની વચ્ચે આજે ચીની સેનાએ ભારતીય સેના પર એલએસી ક્રોસ કરી ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.