નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા જયવીર શેરગિલે કહ્યું કે, વર્તમાનમાં થઇ રહેલા ટીવી ડિબેટ્સમાં સત્ય ઉજાગર થતું નથી, પરંતુ સનસની ફેલાય છે. તેમણે એવા કાર્યક્રમને ઝેરીલા પણ કરાર કર્યા છે. શેરગિલે સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખી આવા કાર્યક્રમ પર રોક લગાવવાની માગ કરી છે. શેરગિલની આ માગને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, રાજદ સાંસદ મનોજ ઝા સહિત અન્ય અનેક કોંગ્રેસ નેતાઓએ પણ સમર્થન આપ્યું છે. વકીલ પ્રશાંત ભૂષણે આ મામલાને હત્યા કરાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મામલે ટિપ્પણી કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, રાજીવ ત્યાગીનું મોત ઝેરીલા ટીવી ડિબેટથી એક કલાકમાં થયું છે.
પ્રશાંત ભૂષણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, તે આ મામલાને એક હત્યા માને છે, જેમાં ચેનલ, એન્કર અને સંબિત પાત્રા જેવા પાર્ટી પ્રવક્તા ધૃણા ફેલાવે છે અને અપશબ્દો બોલે છે.
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ ત્યાગીના મોત મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, દરેક પસાર થતાં દિવસની સાથે ઝેરીલી થઇ રહેલી ટીવીની ડિબેટ્સથી પાર્ટીના પ્રવક્તાઓને દિવસ-રાત પસાર થવું પડે છે. તેમણે કહ્યું કે, રાજીવ ત્યાગી હંમેશા લોકોની મદદ કરવા તૈયાર રહેતા હતા.
એક અન્ય ટ્વીટમાં પ્રિયંકાએ લખ્યું કે, ટીવીની દુનિયામાં ટીઆરપી હાંસલ કરવા માટે જે રીતે ડિબેટ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેને રોકવું જોઇએ. તેમણે જાવડેકરને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
રાષ્ટ્રીય જનતા દળના રાજ્યસભા સભ્ય મનોજ ઝાએ પણ શેરગિલના પત્રમાં જાહેર કરાયેલી ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાજકીય દળોએ આવા શોમાં જવાથી બચવું જોઇએ. ઝાએ કહ્યું કે, વિડંબના છે કે, આવા તમાશાને ડિબેટ્સ કહેવામાં આવે છે.
આ પહેલા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ શેરગિલના પત્રમાં લખેલી વાતો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આર્ટિકલ 19 સાથે જોડાયેલા એક મુદ્દો સંસદીય સમિતિમાં પેન્ડિંગ છે. તે આ મામલે સંસદીય કમિટી પાસે રિપોર્ટ માગશે.
કોંગ્રેસ પાર્ટીએ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના અમુક વીડિયો ક્લિપિંગને એક સાથે જોડીને રજૂ કર્યા છે. જેમાં રાહુલની વાતોના તે ભાગને રેખાંકિત કરવામાં આવ્યા છે, જેમાં તેમણે કહેતા સાંભળી શકાય છે કે, નફરતથી સમાજમાં ભાગલા થઇ રહ્યા છે. આપણે એક દેશના રુપે એક સાથે રહીને નફરતનો નાશ કરવો જોઇએ.
વધુમાં જણાવીએ તો શેરગિલે બે પાનાના જાહેર પત્રમાં જાવડેકરને પોતાની વાતો જણાવી છે. પત્રમાં શેરગિલે લખ્યું કે, મીડિયા માટે એક પરામર્શ જાહેર કર્યું છે. પરામર્શ સંબંધે શેરગિલે કહ્યું કે, એક કોડ ઓફ કંડક્ટ બધા પર લાગુ કરવો જોઇએ. શેરગિલે સનસની ફેલાવનારા, અપમાનજક અને ઝેરીલા ટીવી ડિબેટ્સ પર રોક લગાવવી જોઇએ. તેમણે કહ્યું કે, ટીવી પર ન્યૂઝ એન્કરે કોઇ પણ રીતે ભડકાઉ અને નિર્ણાયક ટિપ્પણી કરવી જોઇએ નહીં.