- ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત
- દક્ષિણી રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ
- બરફ વર્ષા અને વરસાદની સેવાઇ રહી છે આશંકા
નવી દિલ્હી: ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં હજૂ પણ ભારે ઠંડી પડી રહી છે. કેટલાક સ્થાનો પર રાત્રિનું તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાયુ છે. આ સાથે જ કેટલાક પ્રદેશો ધુમ્મસાચ્છાદિત રહ્યા હતા. હવામાન વિભાગ અનુસાર, કેટલાક ભાગોમાં ધુમ્મસનો પ્રકોપ હજૂ પણ જોવા મળે છે. આગામી સમયમાં પણ આ ધુમ્મસનો પ્રકોપ જળવાયેલો રહેવાની શક્યતાઓ છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ ભારે ધુમ્મસ છવાયેલું છે.
19 જાન્યુઆરી સુધી વરસાદ માટે એલર્ટ જાહેર
દક્ષિણ ભારતનાં હવામાનની વાત કરીએ તો IMD તમિલનાડુ, પોંડિચેરી, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક આસપાસના વિસ્તારોમાં આગલા બે-ત્રણ દિવસ એટલે કે, 19 જાન્યુઆરી સુધી વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે.
આ રાજ્યોમાં સોમવારે ભારે વરસાદની આશંકા
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આગલા બે દિવસોમાં હવાની દિશામાં બદલાવ સાથે તાપમાનમાં વધારો થવાનું અનુમાન છે. જમ્મુ-કાશ્મિરમાં પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ પડવાની સંભાવના છે, જેથી કેન્દ્ર શાષિત પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે.
આ રાજ્યોમાં વધશે ઠંડી
પંજાબ અને હરિયાણાના કેટલાક ક્ષેત્રોમાં ઠંડીનો પ્રકોપ ફેલાયેલો છે. જ્યાં તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયુ છે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પાછલા કેટલાક દિવસોથી તાપમાન 6થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનના અનેક ક્ષેત્રોમાં રાત્રિનું તાપમાન ઓછુ થતું જોવા મળી રહ્યું છે.