શિવસેનાના લોકસભામાં 18 સાંસદ છે અને રાજ્યસભામાં 3 સાંસદ છે. મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બગડતા શિવસેના હવે વિપક્ષમાં જતું રહ્યું છે. મહારાષ્ટ્રમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે.
લોકસભા વેબસાઈટના વિવરણ અનુસાર, કોંગ્રેસના લોકસભામાં 52 સાંસદ છે, ડીએમકેના 24 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 22 તથા વાઈએસઆરના 22 સાંસદો છે, જેમાં શિવસેના પાંચમી સૌથી મોટી સહયોગી પાર્ટી છે.

રાજ્યસભામાં જ્યાં વિપક્ષ ધીમે ધીમે પોતાની પકડ ઢીલી કરતું જાય છે, ત્યાં શિવસેના આવતા રાજ્યસભામાં વિપક્ષ મજબૂત થશે. શિવસેનાના રાજ્યસભામાં ત્રણ સાંસદો છે.
વિપક્ષે સરકાર દ્વારા સંસદના શિયાળુ સત્ર માટે બોલાવેલી ગતરોજની બેઠકમાં વિપક્ષે એકસૂરમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલાની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. અબ્દુલા લોકસભાના સભ્ય છે.

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ફારુક અબ્દુલા તથા અન્ય બે પૂર્વીય મુખ્યપ્રધાન ઉમર અબ્દુલા તથા પીડીપી નેતા મહેબૂબા મુફ્તીને નજર કેદ કરવામાં આવ્યા છે.