- નિકિતા હત્યાકાંડ
- હરિયાણામાં લવ જેહાદ કાયદાની રચના અંગે ચર્ચા
- યુપી સરકારે લવ જેહાદ માટે કાયદો કર્યો જાહેર
કરનાલ (હરિયાણા): ફરીદાબાદનો નિકિતા હત્યાકાંડ સતત ચર્ચામાં રહ્યો છે. ઘટનાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આ મામલે લવ જેહાદના એંગલની ચર્ચા કરવામાં આવી રહી છે. યુપી સરકારે લવ જેહાદ માટે કાયદો જાહેર કર્યો છે. આ સાથે જ હરિયાણા સરકાર લવ જેહાદ અંગે પણ એક્શન મોડમાં છે.
હરિયાણા સરકાર એક્શન મોડમાં
પહેલા ગૃહપ્રધાન અનિલ વિજે યુપી સરકારના નિર્ણયને સમર્થન આપતાં હરિયાણામાં પણ લવ જેહાદ કાયદો બનાવવાનો સંકેત આપ્યો હતો. આ સાથે જ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે પણ આ કેસમાં લવ જેહાદ એંગલ સંબંધિત કાયદો બનાવવાની વિચારણા કરવાનું કહ્યું છે.
લવ જેહાદનો મામલો
હરિયાણામાં લવ જેહાદ કાયદાની રચના અંગે મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, બલ્લભગઢ મહિલા હત્યાના મામલાને 'લવ જેહાદ' સાથે જોડવામાં આવી રહ્યો હોવાથી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પણ તેની તપાસ કરી રહી છે અને કાનૂની જોગવાઈઓ પર વિચાર કરી રહી છે. તે એટલા માટે છે કે દોષિત છટકી શકે નહીં, અને નિર્દોષને સજા ન થાય.