નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીના તમામ સાંસદો સાથે કોરોના વાયરસ અંગે ચર્ચા કરશે. આ અંગે અધિકારીએ કહ્યું કે, મુખ્યપ્રધાન દિલ્હીના સાંસદો સાથે રાષ્ટ્રની રાજધાનીમાં કોવિડ -19 સામેની કામગીરી અંગે ચર્ચા કરશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એક લાખ લોકોની તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, કેજરીવાલ દિલ્હી કોરોના વાઇરસના 576 કેસમાં છે.
કેજરીવાલ સાથે આ વીડિયો કોન્ફરન્સિંગમાં દિલ્હીના તમામ લોકસભા સાંસદો હાજર રહેશે. આ સાથે આ બેઠકમાં રાજ્યસભાના ત્રણ સાંસદ પણ હાજર રહેશે. આ બેઠકમાં દિલ્હીમાં કોરોના વિરુદ્ધની તૈયારીઓ અને પ્રયત્નો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં આરોગ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, મુખ્યપ્રધાન કેજરીવાલ સાથેની આ બેઠકમાં ભાજપના નેતા અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન પણ હાજર રહેશે. દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી, ગૌતમ ગંભીર, મીનાક્ષી લેખી, પ્રવેશ વર્મા, હંસરાજ હંસ અને રમેશ બિધૂરી પણ હાજર રહેશે. આ સિવાય દિલ્હીના રાજ્યસભાના ત્રણ સાંસદ સંજય સિંહ, સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તા પણ મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં ભાગ લેશે.
રાજધાનીમાં એક પોલીસનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. તેમને સારવાર માટે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. આ સાથે જ એએસઆઈના પરિવારને ક્વૉરન્ટીન કરી દેવાયા છે. આ ઉપરાંત કોલોનીમાં લોકડાઉન પણ કડક કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ એલજી અનિલ બૈજલે લોકોને અપીલ કરી છે કે તે શબ-એ-બારાત પર ઘરોમાંથી બહાર ન નીકળવા અને પરિવારની સુરક્ષા માટે ઘરમાં જ પ્રાર્થના કરો.