કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશનમાં કહ્યું છે કે, આ કાયદો 10 જાન્યુઆરીથી અમલમાં આવશે, જે અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે.
જાહેરનામામાં જણાવાયું છે કે, 'નાગરિકત્વ (સુધારો) કાયદો, 2019 (2019ની 47) ની કલમ 1ની પેટા કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરનારી કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી 2020થી અમલમાં આવતા આ કાયદાની જોગવાઈઓની કહેવાતા કાયદાની અસરની તારીખ નક્કી કરે છે.
નાગરિતા કાયદો સંસદ દ્વારા 11 ડિસેમ્બરના રોજ પસાર કરવામાં આવ્યો હતો.