નવી દિલ્હી: હવે ફરીથી મોટા પડદા પર મચશે ધમાલ .કોરોનાવાયરસ ને કારણે મહિનાઓથી બંધ પડેલા સિનેમાઘરો ને ૧૫ ઓક્ટોબરથી ફરીથી ખોલવામાં આવશે.કોરોના સંક્રમણને ધ્યાને રાખી બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇનનું પાલન કરી દર્શકો માણી શકશે સિનેમાની મજા.
કોરોનાની મહામારી માં ઘરે બેસી નાના પડદા પર મનોરંજન કરતા દર્શકો માટે એક સારા સમાચાર છે. લોકડાઉન દરમિયાન ટીવી પર ફિલ્મનો આનંદ લેતા દર્શકો માટે સિનેમા ઘરો ૧૫ ઓક્ટોબરથી ખુલી રહ્યા છે. જેના માટે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે તેનું પાલન કરી દર્શકો સિનેમા હોલની મજા માણી શકશે. આ સાથે સિનેમા હોલમાં કોરોના સંક્રમણ ને ધ્યાને રાખી તકેદારી ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોલમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું અનિવાર્ય રહેશે. તેમજ દરેક શો બાદ સિનેમાહોલ ને સેનીટાઇઝર કરવામાં આવશે આ સાથે જ ખાણીપીણીની વસ્તુઓ પણ ધ્યાન રાખવામાં આવશે.
આપને જણાવી દઇએ કે કોરોના વાઇરસની મહામારી ને કારણે મહિનાઓથી સિનેમાહોલ બંધ હતા.