ETV Bharat / bharat

રેસ્ટોરન્ટમાં ભારત-ચીન તણાવની અસર, કોઈએ બદલ્યો દેખાવ... તો પીરસી રહ્યું છે દેશી ચાઇનીઝ ભોજન - ચીની સામાનનો બહિષ્કાર

પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા ભારત-ચીન તણાવને કારણે દેશમાં ચીની સામગ્રીથી લઇને 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આની અસર ભોજન પર પણ જોવા મળી રહી છે. અજમેરની મોટાભાગની રેસ્ટોરન્ટમાં હવે ચીની વસ્તુઓને હટાવી લેવામાં આવી છે. એટલું જ નહીં, અહીંની રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ ફૂડને દેશી સ્ટાઈલમાં પીરસવામાં આવી રહ્યું છે.

ETV BHARAT
રેસ્ટોરન્ટમાં ભારત-ચીન તણાવની અસર, કોઈએ બદલ્યો દેખાવ...તો પીરસી રહ્યું છે દેશી ચાઇનીઝ ભોજન
author img

By

Published : Jul 4, 2020, 9:51 PM IST

અજમેરઃ કોરોના મહામારીના કારણે રેસ્ટોરન્ટના વ્યવસાયને ખૂબ ખરાબ અસર થઈ છે. ગ્રાહકો હજૂ પણ રેસ્ટોરન્ટમાં જઇને જમવાનું ટાળી રહ્યા છે. જેથી મોટાભાગની રેસ્ટોરન્ટ્સે હોમ ડિલિવરી શરૂ કરી છે. આ દરમિયાન ગલવાનમાં થયેલી ઘટના બાદ ચાઇનીઝ ભોજનના મળનારા ઓર્ડર પણ બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની રેસ્ટોરાંમાંથી ચાઈનીઝ સામાન અને અન્ય ઉત્પાદનોને પણ હટાવી લીધું છે.

રેસ્ટોરન્ટમાં ભારત-ચીન તણાવની અસર, કોઈએ બદલ્યો દેખાવ...તો પીરસી રહ્યું છે દેશી ચાઇનીઝ ભોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ માટે વોકલની અસર રેસ્ટોરન્સમાં જોવા મળી રહી છે. ગલવાનમાં થયેલી ઘટનાની પણ રેસ્ટોરન્ટના વ્યવસાય પર અસર જોવા મળી રહી છે. ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની રેસ્ટોરન્ટના શણગારમાં ચાઇનીઝ ઉત્પાદનોનો ઉપયોગ કર્યો હતો. અજમેરના ઈન્ડિયા મોટર ચોક સ્થિત રેસ્ટોરન્ટના માલિક કવલ પ્રકાશ કિશનનીએ તેની રેસ્ટોરન્ટનો દેખાવ ચીનની સુપર ફાસ્ટ ટ્રેન 'મેગલેવ' જેવો રાખ્યો હતો, પરંતુ ભારત-ચીનમાં બગડતા સંબંધોને કારણે તેણે રેસ્ટોરન્ટને ભારતીય ટ્રેન 'પેલેસ ઓન વ્હીલ' જેવી બનાવી દીધી છે.

ETV BHARAT
રેસ્ટોરન્ટમાં ભારત-ચીન તણાવની અસર

લોકડાઉન અગાઉ ચીની ભોજનની ડિમાન્ડ રેસ્ટોરન્ટમાં હતી, પરંતુ કોરોનાને કારણે રેસ્ટોરન્ટ વ્યવસાય હવે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. જેથી આર્થિક પરિસ્થિતિમાંથી નીકળવા માટે ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે.

ઘણા રેસ્ટોરન્ટે ચીની સામાનનો કર્યો બહિષ્કાર

ગ્રાહકોની બેસવાની વ્યવસ્થામાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. ગલવાનની ઘટના બાદ કિશનાનીએ પોતાના રેસ્ટોરન્ટમાં બચેલા ચીની ઉત્પાદનને હટાવી અને સ્વદેશી સામાન ખરીદવા અને વેચવાનું મન બનાવી લીધું છે.

ETV BHARAT
રેસ્ટોરન્ટમાં ભારત-ચીન તણાવની અસર

રેસ્ટોરન્ટના માલિક કંવલ પ્રકાશ કિશનાની જણાવે છે કે, રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ભોજન માટે ચીનની કોઈ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ તેને ભારતીય ખાદ્ય સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના લોકલ માટે વોકલના નારાને સમર્થન આપીને તેમણે રેસ્ટોરન્ટમાં માત્ર ભારતમાં નિર્મિત વસ્તુઓ અને ખાદ્ય સામગ્રીઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.