ETV Bharat / bharat

સીમા વિવાદઃ LAC પર ચીની હેલીકોપ્ટરની ગતિવિધિ વધી

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક હેલીકોપ્ટર વડે થતી ગતિવિધિયોમાં વધારો કર્યો છે.

LAC
LAC
author img

By

Published : Jun 8, 2020, 10:59 PM IST

નવી દિલ્હીઃ ભારત અને ચીનના કમાન્ડર સ્તરીય ચર્ચા થઈ હતી. જેમાં સીમા વિવાદના શાંતિપૂર્ણ સમાધાન કરવા સહમતિ સાધી હતી. જો કે, આ દરમિયાન ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક હેલીકોપ્ટરોની ગતિવિધિમાં વધારો કર્યો છે.

છેલ્લા 7-8 દિવસોથી LACમાં ચીની હેલીકોપ્ટરોની ગતિવિધિમાં વધી ગઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ હેલીકોપ્ટર ચીની સેના જવાનોને મદદ કરવા માટે આ ગતિવિધિ કરવામાં આવી રહી હોય તેવું અનુમાન છે. આ ચીની ચોપર્સમાં MI-17 અને સ્થાનિક મધ્યમ લિફ્ટ હેલીકોપ્ટર સામેલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ચીનના હેલીકોપ્ટર મોટી સંખ્યામાં ભારતીય સીમા પર ઉડાન ભરી રહ્યા છે. જેમાં ગલવાન વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ચીની સેના પોતાના હેલીકોપ્ટર મારફતે હવાઈ સીમાનું ઉલ્લંઘન કરી રહી છે. તેમજ LAC પર ચીની સેના ઘુષણખોરી કરે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિનામાં પણ લદ્દાખમાં ચીની હેલીકોપ્ટર્સ ઉડતા જોવા મળ્યા હતા. જે બાદ ભાપતીય વાયુસેનાના ફાઈટર વિમાનો પેટ્રોલિંગ કરવા પહોંચ્યા હતા. ચીન હાલ બે તરફી વલણ અપનાવી રહ્યું છે. એક તરફ તે સીમા વિવાદ બાબતે શાંતિ મંત્રણા કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ ચીન પાછલા બારણે યુદ્ધની તૈયારી પણ કરી રહ્યું છે.

ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે, પીપલ્સ લિબરેશન આર્મી (PLA)માં મધ્ય ચીનના હુબેઈ પ્રાંતના સીમા વચ્ચે ઉંચાઈવાળા વિસ્તારમાં પેરાટ્રોપર્સ અને બખ્તરબંધ વાહનો સાથે મોટી પાયે યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું. સેના અને સાધન સંરજામને દેશની ઉત્તર પશ્ચિમ ભાગમાં સ્થિત હુબેઈ પ્રાંતથી ખસેડવામાં આવી રહ્યા છે. આ બાબત દર્શાવે છે કે, ચીન લદ્દાખ જેવા ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.