નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના સંદર્ભે સેના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. સૈન્યએ આતંકી સંગઠનો પર મહદઅંશે કાબૂ મેળવ્યા ઉપરાંત આતંકી ઘટનાઓ ઘટી હોવાનું જણાવ્યું છે.
પાકિસ્તાનના અધિકૃત કાશ્મીરની સ્થિતિ પર જનરલ નરવણેએ કહ્યું કે, 15-20 આતંકી કેમ્પ છે. તેમજ લગભગ 250-350 આતંકી કોઈ પણ સમયે ત્યાં હાજર હોય છે. પરંતુ, અલગ-અલગ સમયે આતંકીઓની સંખ્યામાં ફેરફાર થાય છે.
જનરલ નરવણેએ નાણાકીય કાર્યવાહી કાર્યબળના ચાલી રહેલા અંતિમ સત્રના પરોક્ષ સંદર્ભે કહ્યું કે, સરહદ પાર આતંકવાદી ઘટનાઓમાં ઘટાડામાં બહારના પરિબળો કામ કરી રહ્યાં છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચેના ગાઢ સંબંધો સંદર્ભે સેના પ્રમુખે કહ્યું કે, પાકિસ્તાને કુટનીતિ પર ફેર વિચાર કરવો પડશે. હવે તો ચીને પણ એ વાત સાથે સહમત થયું છે કે, પોતાના મિત્ર દેશ પાકિસ્તાનનું દરેક વાતમાં સમર્થન ન કરી શકે.
સેના પ્રમુખે કહ્યું કે, જો FATF પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે તો પાકિસ્તાને આતંકી ગતિવિધિઓ ઉપરાંત પોતદતાના આ મુદ્દાના ભાષણ પર ફેરવિચાર કરવો પડશે. FATF પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરવા અંગે શુક્રવારે નિર્ણય લેશે.