લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન રાજ્યના તમામ મોટા પ્રોજેક્ટ શરૂ કરવા સૂચના આપી છે. ગંગા એક્સપ્રેસ વેના ખર્ચનું એસ્ટીમેન્ટ આવી ગયું છે. જેમાં 20 હજાર 924 કરોડના ખર્ચનો અંદાજ છે. આ એક્સપ્રેસ વે મેરઠથી દિલ્હીને જોડતા 16 લેન હાઇવેથી શરૂ થશે અને પવિત્ર ગંગા નદીના કાંઠેથી પસાર થઈ પ્રયાગ સુધીનો રહેશે. નદી અને એક્સપ્રેસ વે વચ્ચેનું અંતર 10 કિલોમીટરનું રહેશે.
ગંગા એક્સપ્રેસ વેનો આખો પ્રોજેક્ટ 12 પેકેજમાં છે. યોગી આદિત્યનાથે કુંભ દરમિયાન પ્રયાગરાજમાં કુંભ સ્થળ પર પ્રધાન મંડળની એક બેઠક યોજી હતી. જેમાં આની જાહેરાત કરાઈ હતી. હાલ લોકડાઉન થવા છતાં પ્રોજેક્ટનું કામ ચાલુ રાખ્યું હતું. યુપીડીએના અધિક મુખ્ય સચિવ ગૃહ અને સીઇઓએ જણાવ્યું હતું કે, યુપીડીએ ગંગા એક્સપ્રેસ વે પર 20 હજાર 924 કરોડ રૂપિયાનો અંદાજ તૈયાર કર્યો છે. તે સિવિલનો અંદાજ છે. જમીનનો અંદાજ આશરે નવ હજાર કરોડ રૂપિયાથી વધુ હશે. એકંદરે 30 હજાર કરોડનો પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટને ઝડપથી વેગ આપવા મુખ્યપ્રધાને નિર્દેશ આપ્યો છે.
CM યોગીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેેના કામોની સમીક્ષા પણ કરી હતી. હાલ એક્સપ્રેસ વેમાં 5535 કુશળ કામદારો કામ કરી રહ્યાં છે. 1144 ઇજનેરો કામ કરે છે. 3127 મોટા મશીનો કાર્યરત છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વેએ લગભગ 45 ટકા પ્રગતિની જાણ કરી છે. આ મહિનાના અંત સુધીમાં વહેલી તકે 50 ટકા કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન એક્સપ્રેસ વેનું બાંધકામ વિક્ષેપિત થયું હતું. જેને આવરી લેવા યોગીએ કહ્યું કે, કામ ઝડપથી થવું જોઈએ. જેથી વરસાદની સીઝન પહેલા નક્કી કરેલો લક્ષ્યાંક હાંસલ કરી શકાય.
આ સિવાય બુંદેલખંડ એક્સપ્રેસ વે જેનો પાયો ચિત્રકૂટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. આ હાઈવેની પણ સમીક્ષા કરાઈ હતી. બુંદેલખંડ એક્સપ્રેસ વેના ત્રણથી ચાર પ્રગતિના અહેવાલો આવ્યાં છે. બુંદેલખંડ એક્સપ્રેસ વે લગભગ 296 કિલોમીટર લાંબો છે. જેમાં 200 કિલોમીટર સુધી માટીનું કામ શરૂ થયું છે. આ એક મોટી સિદ્ધિ છે. જે લોકડાઉન દરમિયાન કામ બંધ કરાયું હતું. હવે તેમાં પણ વધારો થયો છે. બુંદેલખંડ એક્સપ્રેસ વેમાં 2348 કામદારો કામ કરી રહ્યાં છે. 625 ઇજનેરો કામ કરે છે. 2370 મોટા મશીનો કાર્યરત છે.
આ સાથે ગોરખપુર લિંક એક્સપ્રેસ વેનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ અંગે અવનીશ અવસ્થીએ કહ્યું કે, અમને એ જણાવતાં આનંદ થાય છે કે રાજ્યમાં રહેલા તમામ મોટા પ્રોજેક્ટ ઝડપથી પુનઃ શરૂ થઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાનનો નિર્દેશ છે કે, આ પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે જે પણ આર્થિક સહાયની જરૂર હશે તે આપવામાં આવેશ. બેંકો તરફથી આપવામાં આવતી સહાય પણ મળશે.