ઉલ્લેખનીય છે કે, આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાપ્રધાનની જામીન અરજી રદ કર્યા બાદ સીબીઆઈને તેમની ધરપકડ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.
હાઈકોર્ટે તેમની જામીન અરજી રદ કરતા કહ્યું હતું કે ,આ કેસમાં પ્રથમ દ્રષ્ટિએ તથ્યોના આધાર પર કહી શકાય કે, ચિદંબરમ મુખ્ય આરોપી છે.
તેમણે આ કેસનો મની લોન્ડરીંગનો અલગ જ કેસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, જો આ કેસમાં જામીન આપવામા આવશે તો સમાજમાં ખોટો સંદેશો જશે.
અહીં મહત્વનું છે કે, ગૌર પ્રીવેંશન ઓફ મની લોંન્ડરીંગ એક્ટના અપીલેટ ટ્રિબ્યૂનલનું મુખ્ય પદ 23 સપ્ટેમ્બરના રોજ ગ્રહણ કરશે.