નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કરાયો હતો. આ સર્વેક્ષણમાં સાર્વજનિક ક્ષેત્રના સહયોગથી દેશભરમાં પર્યાપ્ત ખાનગી રોકાણને પડકાર ગણાવ્યો છે. ભૌતિક મૂળભુત પાયાની સાથે સામાજિક મૂળભુત પાયાને પણ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. કારણ કે, આ બે જ બાબતો નક્કી કરશે કે 2030 સુધીમાં વિશ્વમાં ભારતનુ સ્થાન ક્યાં હશે.
સર્વેક્ષણ અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 2018-19માં 3.6 ટકા વૃધ્ધિ નોંધાઈ હતી. જે 2017-18માં 4.4 ટકા હતી. મૂળભુત પાયાને મજબુત કરવા વિવાદોનું સમાધાન શોધવુ અને સંસ્થાગત તંત્ર સ્થાપિત કરવાની આવશ્યકતા છે.