ETV Bharat / bharat

કેન્દ્ર સરકાર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે, 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું કરાશે

author img

By

Published : Jun 14, 2020, 3:44 PM IST

દિલ્હીમાં કોરોના સક્રમણ સતત વધતું જાય છે, ત્યાં આજે અમિત શાહ સાથે બેઠકમાં દિલ્હીના LG અનિલ બૈજલ, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કેન્દ્ર સરકાર દિલ્હી સરકારને ટ્રેનના 500 કોચ આપશે. જેથી 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું વધારી દેવામાં આવશે.

central government to give 500 isolation coach to delhi govt
કેન્દ્ર સરકાર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે, 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું કરાશે

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના સક્રમણ સતત વધતું જાય છે, ત્યાં આજે અમિત શાહ સાથે બેઠકમાં દિલ્હીના LG અનિલ બૈજલ, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કેન્દ્ર સરકાર દિલ્હી સરકારને ટ્રેનના 500 કોચ આપશે. જેથી 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું વધારી દેવામાં આવશે.

મહત્વનું છે કે, દિલ્હીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આવી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ પ્રધાન અમિત શાહે બેઠકમાં કહ્યું કે, ઓછા બેડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે. જેને આઈસોલેશન વોર્ડમાં બદલવામાં આવ્યાં છે. જેનાથી 8000 બેડ વધશે.

દિલ્હીમાં કોરોના વાઇરસ સામે લડવા કન્ટેનમેન્ટ ઝોનમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ શોધવા માટે ઘરે-ઘરે જઈને વ્યક્તિના સ્વાસ્થ્યની તપાસ થશે. જેમાં મોનિટરિંગ સારું કરવા માટે દરેક વ્યક્તિના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવાશે. કહેવાઈ રહ્યું છે કે, 2 દિવસમાં કોરોના ટેસ્ટ ડબલ અને 6 દિવસમાં ત્રણ ગણા કરવામાં આવશે. કેન્દ્રના 5 વરિષ્ઠ અધિકારી દિલ્હી સરકારમાં તહેનાત કરાશે. જે સ્થિતિ ઉપર નજર રાખશે.

દિલ્હીમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 30 મેના રોજ રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 18 હજાર 549 હતી, જે 13 જૂનના રોજ 38 હજાર 958 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 14 હજાર 945 દર્દી સાજા થયાં છે, જ્યારે 22 હજાર 742 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. જો કે, 1,271 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.