ETV Bharat / bharat

જાણો, કોરોના કાળમાં કેન્દ્રએ ગુજરાતને કેટલી તબીબી સહાય કરી? - મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

કોરોના મહામારીના જંગમાં રાજ્ય સરકારોને મદદ કરવા મોટી સહાય કરી છે. જેમાં COVID-19 રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ તૈયારી કરવા કેન્દ્ર સરકારે રાજ્યને વિવિધ સહાય કરી છે. ગુજરાતમાં પણ કોવિડ-19 હોસ્પિટલોમાં આઇસીયુ બેડ અને વેન્ટિલેટર સુવિધા વધારવા કેન્દ્ર સરકાર દ્વારા સહાય કરવામાં આવી છે.

central-government
કેન્દ્રએ ગુજરાતને કેટલી તબીબી સહાય કરી
author img

By

Published : Sep 24, 2020, 7:05 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરોના મહામારીના જંગમાં રાજ્ય સરકારોને મદદ કરવા મોટી સહાય કરી છે. જેમાં COVID-19 રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ તૈયારી કરવા કેન્દ્ર સરકારે રાજ્યને વિવિધ સહાય કરી છે. ગુજરાતમાં પણ કોવિડ-19 હોસ્પિટલોમાં આઇસીયુ બેડ અને વેન્ટિલેટર સુવિધા વધારવા કેન્દ્ર સરકાર દ્વારા સહાય કરવામાં આવી છે.

મહત્વનું છે કે, સરકારે તાજેતરમાં જ કોરોના કાળમાં આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતા ઉપર વિવિધ સરકારી (કેન્દ્ર અને રાજ્ય) દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલોમાં આઇસીયુ બેડ અને વેન્ટિલેટરની રાજ્યવાર વિગતો આપી છે. જે હેઠળ 16 સપ્ટેમ્બર, 2020 સુધીમાં ગુજરાતમાં 1454 આઇસીયુ બેડ છે, જ્યારે વેન્ટિલેટરની સંખ્યા 1840 છે. આ ઉપરાંત ભારતમાં COVID-19 રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ તૈયારી કરવા કેન્દ્ર સરકારે રાજ્યોને વિવિધ પેકેજ હેઠળ સહાય કરી છે. આ અનુદાનની કેન્દ્ર સરકારે એક માહિતી આપી છે. જેમાં ગુજરાતને 170.79 કરોડની સહાય કરી છે.

જો કે, 22 સપ્ટેમ્બર, 2020 સુધી ગુજરાતમાં કોવિડ સારવાર સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે સહાય કરી છે. જેની વિગતો જોઈએ તો 713 જેટલી સુવિધાઓ, ICU સાથે 49,685 આઇસોલેશન વોર્ડની મદદ કરવામાં આવી છે. આ સિવાય 14,755 જેટલા O2 સપોર્ટ બેટની સહાય કરી છે. ઉપરાંત 4956 ICU બેડ અને 3219 જેટલા વોન્ટીલેટર આપવામાં આવ્યાં છે. જો ગુજરાતમાં COVID-19 સામે લડવાની કામગીરીમાં આરોગ્યકર્મીનું મોત થાય તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ સ્વાસ્થ્ય કર્મચારીઓના મોત પર વીમા કવચ આપવામાં આવે છે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ) ના સુપવિઝન બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતમાં 30 જૂન, 2020 સુધી 12,55,786 એલોપથી ડોકટરો નોંધાયેલા છે. જેમાં 80 ટકાની ઉપલબ્ધતા ધારીને આશરે 10.05 લાખ ડોકટરો સક્રિય સેવા માટે ઉપલબ્ધ રહ્યાં છે. WHOના ધારા-ધોરણો સામે 135 કરોડની વર્તમાન વસ્તીના અંદાજે દેશમાં ડોક્ટરની સંસ્યા વસ્તી પ્રમાણે 1343 લોકો સામે એક ડૉક્ટર છે. આ ઉપરાંત દેશમાં 88.88 લાખ આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથી ડોકટરો છે. આમ, ડૉક્ટરની ઉપલબ્ધતા ધારીએ તો આશરે 30 લાખ આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથી ડોકટરો પણ કોરોનાની સેવા માટે ઉપલબ્ધ છે. જો કે, એલોપેથી ડોકટરો સાથે મળીને વિચારીએ તો ડૉક્ટરની વસ્તીનો રેશિયો 1: 825નો થાય છે.

ડીઆરડીઓએ 1000થી 10,000 આઇસોલેશન બેડ સુધીની ક્ષમતાવાળી મોટી સમર્પિત COVID-19 હોસ્પિટલોની સ્થાપના કરી છે. આ અસ્થાયી હોસ્પિટલો દિલ્હી, બિહારના પટણા અને મુઝફ્ફરપુરમાં સ્થાપિત કરવામાં આવી છે. બધા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને ભારત સરકારે કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ અને આરોગ્ય સિસ્ટમ તૈયારી પેકેજ હેઠળ જરૂરી આર્થિક સહાય પૂરી પાડી છે. નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ માટે 4256.81 કરોડ રૂપિયાનું ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યોને લોજિસ્ટિક્સના સપ્લાયની બાબતમાં ટેકો આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.32 કરોડ પી.પી.ઇ. કીટ, 3.45 કરોડ N-95 માસ્ક, હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનની 10.84 કરોડ ગોળીઓ, 30,841 વેન્ટિલેટર અને 1,02,400 ઓક્સિજન સિલિન્ડર સરકારી હોસ્પિટલોમાં પૂરા પાડવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.