નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે જણાવ્યું કે, ધોરણ 10 અને ધોરણ 12 CBSE બોર્ડની પરીક્ષાઓ 4 મે થી શરૂ થશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાનું પરિણામ 15 જુલાઇ સુધીમાં આવશે.
શિક્ષણ પ્રધાનના મુખ્ય મુદ્દા
- 4 મે થી 10 જૂન સુધી ચાલશે પરીક્ષા
- આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવી
- 25-26 દેશોમાં CBSE વિદ્યાલય સંચાલિત છે
- વિદેશી વિદ્યાર્થીઓ માટે સરકાર પ્રયાસ કરી રહી છે
આ પહેલા શિક્ષણ પ્રધાને ઘોષણા કરી હતી કે, બોર્ડની પરીક્ષા વર્ષ 2021માં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલી અન્ય પ્રક્રિયાને જાન્યુઆરી મહિનામાં અતિરિક્ત સમય આપવામાં આવશે.