CBI શારદા ચીટ ફંડ મામલામાં રાજીવ કુમારને પુરાવા સંબધિત પૂછપરછ કરશે. અગાઉ જ્યારે CBIના અધિકારીઓ 3 ફેબ્રુઆરીએ રાજીવકુમારની પૂછપરછ કરવા માટે તેમના ઘરે પહોંચી હતી તો કોલકાતા પોલીસે CBIના અધિકારીઓની અટકાયત કરી હતી. બાદમાં તેમની છોડી દેવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોલીસ કમિશ્નરને બચાવવા ધરણાં પર બેસી ગયા હતા. મમતાએ મોદી સરકાર પર CBIનો દૂરપયોગ કરવાનો આરોપ લાગાવ્યો હતો.