આ કેસમાં આગામી સુનાવણી 11 જૂલાઈના રોજ થવાની છે. અદાલતે ઈંન્દ્રાણીને જાતે હાજર રહેવા નિર્દેશ કર્યો છે.
આ કેસ પી. ચિદંબરમ અને તેમના પુત્ર કાર્તી ચિદંબરમ પર સુનાવણી ચાલી રહી છે.
ગત વર્ષે ઈંન્દ્રાણીએ પોતાના કબૂલનામું આપતી વખતે સાક્ષી બનવા માટેની અરજી આપી હતી જે સીબીઆઈએ સ્વીકાર કરી લીધી છે.
ઈંન્દ્રાણી પોતાની દિકરી શીના બોહરા હત્યા કેસમાં મુંબઈની બાઈકુલા જેલમાં બંદ છે.
સીબીઆઈએ પોતે આપેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેમની સાથે વાતચીત કરતા અમુક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતાં જે આ કેસના સમાધાન માટે સીબીઆઈની મદદ કરશે.