વિકૃત માનસિકતાનો શિકાર સૌથી વધુ બાળકો બને છે. આ પ્રકારના ગુના અટકાવવા માટે ચિલ્ડ્રન ફોર્મ સેક્સુઅલ ઓફેન્સેસ એક્ટ 2012 અમલમાં મુકાયો હતો. છતાં આ કાયદો આ પ્રકારના ગુના અટકાવવામાં પર્યાપ્ત નથી. બાળકો સાથે અત્યાચારના ગુના સતત વધી રહ્યા છે. જેથી આ કાયદાને વધારે કડક બનાવવાની જરુર ઉભી થઈ હતી. જેથી આ કાયદામાં સંશોધન કરી યૌન ઉત્પીડનના ગુનાઓમાં આરોપીઓને વધી કડક સજા આપવાનો નિર્ણય લેવાયો છે.
આ મામલે સરકાર દ્વારા કહેવાયુ છે કે, બાળકોની સુરક્ષા માટે અને તેમની સામેેના ગુનાઓ અટકાવા માટે સખત પગલા ઉઠાવાશે. કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા પોસ્કો અંતર્ગત આરોપીને મોતની સજા આપવાનો નિર્ણય લેવાયો છે. આ સંશોધન બિલને સંસદમાં રજૂ કરાશે.