ETV Bharat / bharat

ધ્રાંગધ્રા અને માણાવદરમાં લોકસભા સાથે જ યોજાશે પેટાચૂંટણી - pravin makwana

ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2019 માટે સમગ્ર દેશમાં તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં પણ 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. સાથે સાથે દેશમાં અનેક બેઠકો પર પેટાચૂંટણી પણ થવાની છે, તો અમુક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને પણ સાથે લઈ લીધી છે, જે અંતર્ગત ગુજરાતમાં હાલમાં જ ખાલી પડેલી બે બેઠક ધ્રાંગધ્રાં અને માણાવદરની બેઠક પર પેટાચૂંટણી યોજાશે.

file photo
author img

By

Published : Mar 14, 2019, 11:19 AM IST

હાલમાં જ થયેલી જાહેરાત પ્રમાણે સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે, જેની જાહેરાત ચૂંટણી પંચે ગત રવિવારના રોજ કરી દીધી છે. આ જાહેરાતમાં પંચે અમુક બેઠક ખાલી પડેલી બેઠકો પર મતદાન કરાવાની જાહેરાત પણ કરાવી દીધી છે. ગુજરાતમાં પણ હાલમાં બે બેઠકો પર ધારાસભ્યોએ પલ્લું બદલતા આ બેઠકો ખાલી રહેલી છે. તેથી ત્વરિત આ બેઠકો પર લોકસભાની સાથે સાથે મતદાન કરાવાની જાહેરાત પંચે કરી દીધી છે.

ગુજરાતની માણાવદર અને ધ્રાંગધ્રાં બેઠક આ બંને પર કોંગ્રેસના ધારાસભ્યો હતાં, પરંતુ આ બંને ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં આ બેઠકો ખાલી પડેલી છે જેથી ચૂંટણી પંચને આ બેઠક પર મતદાન કરવાની ફરજ પડી છે. આ બંને બેઠકો પર આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની સાથે જ 23 એપ્રિલે મતદાન થશે.

આપને અહીં જણાવી દઈએ કે, ધ્રાંગધ્રાની બેઠક પર પરસોતમ સાબરિયા અને માણાવદરની બેઠક પર જવાહર ચાવડા ઉમેદવાર હતા અને ધારાસભ્ય પદ શોભાવતા હતાં પણ પાર્ટીમાંથી અચાનક રાજીનામુ આપી દેતા આ બેઠક પર હવે આગામી દિવસોમાં ફરીવાર પેટા ચૂંટણી યોજાશે.

Intro:Body:

ધ્રાંગધ્રા અને માણાવદરમાં લોકસભા સાથે જ યોજાશે પેટાચૂંટણી

ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2019 માટે સમગ્ર દેશમાં તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં પણ 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. સાથે સાથે દેશમાં અનેક બેઠકો પર પેટાચૂંટણી પણ થવાની છે, તો અમુક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને પણ સાથે લઈ લીધી છે, જે અંતર્ગત ગુજરાતમાં હાલમાં જ ખાલી પડેલી બે બેઠક ધ્રાંગધ્રાં અને માણાવદરની બેઠક પર પેટાચૂંટણી યોજાશે.

હાલમાં જ થયેલી જાહેરાત પ્રમાણે સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે, જેની જાહેરાત ચૂંટણી પંચે ગત રવિવારના રોજ કરી દીધી છે. આ જાહેરાતમાં પંચે અમુક બેઠક ખાલી પડેલી બેઠકો પર મતદાન કરાવાની જાહેરાત પણ કરાવી દીધી છે. ગુજરાતમાં પણ હાલમાં બે બેઠકો પર ધારાસભ્યોએ પલ્લું બદલતા આ બેઠકો ખાલી રહેલી છે. તેથી ત્વરિત આ બેઠકો પર લોકસભાની સાથે સાથે મતદાન કરાવાની જાહેરાત પંચે કરી દીધી છે.

ગુજરાતની માણાવદર અને ધ્રાંગધ્રાં બેઠક આ બંને પર કોંગ્રેસના ધારાસભ્યો હતાં, પરંતુ આ બંને ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં આ બેઠકો ખાલી પડેલી છે જેથી ચૂંટણી પંચને આ બેઠક પર મતદાન કરવાની ફરજ પડી છે. આ બંને બેઠકો પર આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની સાથે જ 23 એપ્રિલે મતદાન થશે.

આપને અહીં જણાવી દઈએ કે, ધ્રાંગધ્રાની બેઠક પર પરસોતમ સાબરિયા અને માણાવદરની બેઠક પર જવાહર ચાવડા ઉમેદવાર હતા અને ધારાસભ્ય પદ શોભાવતા હતાં પણ પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપી દેતા આ બેઠક પર હવે આગામી દિવસોમાં ફરીવાર પેટા ચૂંટણી યોજાશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.