- મહારાષ્ટ્રથી સુરત જઇ રહેલી બસને નડ્યો અકસ્માત
- ઘટનામાં 5ના મોત, 35થી વધુ લોકો ઘાયલ
નંદુરબાર : કોંડાઇબારી પાસે એક ખીણમાં બસ ખાબકી હતી. આ ખીણ લગભગ 30થી 40 ફૂટ ઉંડી હતી. બસ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 35થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ મળતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યો હતો
ખાનગી બસને નડ્યો અકસ્માત
મળતી માહીતી મુજબ જલગામથી એક ખાનગી બસ સુરત જવા રવાના થઇ હતી. જ્યા મધ્યરાત્રીએ બસને કોંડાઇબારી ખીણ નજીક અકસ્માત નડ્યો હતો.જોકે આ અકસ્માત કેવી રીતે થયો તેની કોઇ માહિતી સામે આવી નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે.