આ વર્ષે શેરબજારે આ સમગ્ર સપ્તાહ દરમિયાન નિરાશાજનક વલણ દર્શાવ્યું રહ્યું હતું. સોમ-મંગળવારે સેન્સેક્સ 645 આંક ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 194 પોઈન્ટ નીચે ઉતર્યો હતો. જો કે, બુધવારે સેન્સેક્સ 231.80 જેટલો ઉછળીને 41,198.66 સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 73.70 અંકનો સુધારો જોવા મળ્યો હતો.
ગુરુવારે શેર માર્કેટ ફરી નીચું આવ્યું હતું અને સેન્સેક્સ 285 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 94 પોઈન્ટ તૂટ્યો હતો. શુક્રવારે દિવસના અંતે સેન્સેક્સ વધુ 190 પોઈન્ટ તૂટીને 40,723.49 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં 73.70 પોઈન્ટ સાથે ઘટીને 11,962.10 પર બંધ થયો હતો.
શેરબજારના નિરાશાજનક વલણ માટે બજેટ ઉપરાંત વૈશ્વિક સંજોગો પણ જવાબદાર મનાય છે. બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ ઉપરાંત કોરોના વાયરસના પ્રસરી રહેલા ભયને લીધે પણ બજાર તૂટી રહ્યું હોવાનું અનુમાન છે.