ETV Bharat / bharat

બોમ્બે હાઈકોર્ટે ખાનગી ચેનલના ચીફ એડિટરની વચગાળાની જામીન અરજી ફગાવી

ખાનગી ચેનલના ચીફ એડિટર દ્વારા દાખલ કરેલી વચગાળાની જામીન અરજીની સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. જેમાં એક ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં વર્ષ 2018માં કેસ કરવામાં આવ્યો હતો.

હાઈ કોર્ટે ખાનગી ચેનલના ચીફ એડિટરની વચગાળાની જામીન અરજી ફગાવી

author img

By

Published : Nov 9, 2020, 7:42 PM IST

  • ખાનગી ચેનલના ચીફ એડિટરની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
  • ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ
  • સેશન્સ કોર્ટથી મેળવી શકે છે જામીન

મુંબઇ: મુંબઈ હાઈકોર્ટે સોમવારે ખાનગી ચેનલના ચીફ એડિટર અને અન્ય બે લોકોની વચગાળાના જામીન આપવાની અરજી ફગાવી દીધી છે. 2018 માં ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

હાઈકોર્ટની સુનવણીનો ઘટનાક્રમ

જસ્ટિસ એસ. એસ શિંદે અને જસ્ટિસ એમ.એસ. કાર્ણિકની ખંડપીઠે કહ્યું કે "હાલના કેસમાં હાઈકોર્ટ દ્વારા અસાધારણ અધિકારક્ષેત્રના પ્રયોગ માટે કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી." કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે ખાનગી ચેનલના ચીફ એડિટર પાસે કાયદા હેઠળ રાહત માટે ઉપાય છે અને તે સંબંધિત સેશન્સ કોર્ટથી સામાન્ય જામીન મેળવી શકે છે.

હાઇકોર્ટે શનિવારે વચગાળાના જામીન અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખતા કહ્યું કે, કોર્ટમાં કેસ પડતર રાખવાનો અર્થ એ નથી કે આરોપી સેશન્સ કોર્ટમાંથી સામાન્ય જામીન માટે વિનંતી કરી શકે નહીં.

કોર્ટ ખાનગી ચેનલના ચીફ એડિટર અને અન્ય બે આરોપીઓ, ફિરોઝ શેખ અને નીતિશ સરદા દ્વારા આ કેસમાં તેમની 'ગેરકાયદેસર ધરપકડ' ને પડકારતી વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી.

આરોપીઓની કંપની દ્વારા બાકી ચૂકવણી ન કરવાના આરોપસર 2018માં ખાનગી ચેનલના ચીફ એડિટર, ફિરોઝ શેખ અને નીતિશ સારડા પર નાઈક અને તેની માતાની આત્મહત્યાના કેસમાં 4 નવેમ્બરના રોજ અલીબાગ પોલીસે ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.