મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ચંદ્રકાંત પાટિલે આ ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ભાજપ અને શિવસેના વચ્ચે ચૂંટણલક્ષી જોડાણ ફાઈનલ થઈ ગયુ છે.
મીડિયા સાથેની વાતચીતમાં પાટિલે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાનાં અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેનું સંયુક્ત નિવદેન દ્વારા આ વાતની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણી: રાજ ઠાકરેની મનસે લડશે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી
આ ઉપરાંત આ ગઠબંધનમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(એ), રાષ્ટ્રીય સમાજ પક્ષ, શિવ સંગ્રામ સંગઠન અને રયત ક્રાંતિ સેના પણ આ ગઠબંધનનો ભાગ હોવાનું જણાવ્યુ હતું.
આ સાથે જ ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્યની ઉમેદવારી અંગેનું સસ્પેન્સ ઉપરથી પણ પડદો ઉઠી ગયો હતો. આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે. ઠાકરે પરિવારના રાજકીય ઈતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યાં ઠાકરે પરિવારનો કોઈ સભ્ય ચૂંટણી જંગમાં ઉતર્યા હોય.