ETV Bharat / bharat

સામાન્ય માણસ (આમ આદમી)ની જીત

ભાજપે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક હશે. ખરેખર તેમ જ થયું. આમ આદમી પક્ષે કેજરીવાલના નેતૃત્વમાં અટક્યા વગર આગળ કૂચ ચાલુ રાખી. જ્યારે આપે ઍક્ઝિટ પૉલને સાચા ઠરાવ્યા ત્યારે ભાજપે માત્ર એક જ આંકડામાં એટલે કે આઠ બેઠકો જ મેળવી. કૉંગ્રેસ પક્ષ કે જે ૧૯૯૬થી ૨૦૧૩ વચ્ચે શીલા દીક્ષિતના નેતૃતવમાં ત્રણ વાર જીત્યો હતો, તેણે શૂન્ય બેઠકો મેળવી. ૭૦ બેઠકોની દિલ્હી વિધાનસભામાં આઆપે ૫૪.૫ ટકા મત હિસ્સા સાથે ૬૭ બેઠકો મેળવી અને ઇતિહાસ સર્જ્યો. એ આશ્ચર્યજનક વાત હતી કે તાજેતરની ચૂંટણીમાં, મતદાન વર્ષ ૨૦૧૫ની સરખામણીએ પાંચ ટકા ઓછું થયું અને કેજરીવાલના પક્ષને ગત ચૂંટણી કરતાં એક ટકા ઓછા મત મળ્યા, તેમ છતાં તેણે ૬૨ બેઠકો મેળવી. આશ્ચર્યજનક રીતે ભાજપે સાડા છ ટકા વધુ મતો સાથે ૩૮.૮ ટકા મતો મેળવ્યા તે માત્ર પાંચ જ બેઠકો જીતી શક્યો.

સામાન્ય માણસ (આમ આદમી)ની જીત
સામાન્ય માણસ (આમ આદમી)ની જીત
author img

By

Published : Feb 17, 2020, 11:28 PM IST

કૉંગ્રેસ પક્ષ જે દિલ્હીના રાજકારણમાં તેની ઓળખ ગુમાવતો જાય છે તેણે વર્ષ ૨૦૦૮માં ૪૦.૩ ટકા મતો, વર્ષ ૨૦૧૩માં ૨૪.૫ ટકા, વર્ષ ૨૦૧૫માં ૯.૬ ટકા મતો મેળવ્યા હતા અને આ વખતે તેણે ૬૩ મતવિસ્તારોમાં થાપણો ગુમાવી છે અને પોતાનું માથું શરમથી ઝૂકાવી લીધું છે. આઆપે ૨૦૧૫માં જે ૬૭ બેઠકો જીતી હતી તેમાં ૬૦ બેઠકો ૧૦,૦૦૦થી વધુ સરસાઈથી અને ૪૫ બેઠકોમાં તેને ૨૦,૦૦૦થી વધુ સરસાઈથી જીત મળી હતી. પરંતુ તે વખતે ભાજપે જે ત્રણ બેઠકો જીતી હતી તેણે માત્ર ૬,૦૦૦ મતોથી જ જીતી હતી. પરંતુ હવે નાયમ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાનું ભવિષ્ય મતપેટીમાં આગળપાછળ દોલન કરતું રહ્યું અને છેવટે તેમણે ૩,૦૦૦થી ઓછા મતની સરસાઈથી વિજય પ્રાપ્ત કર્યો. કેજરીવાલ સરકાર માટે આ ચેતવણીનો સંકેત આપવો જોઈએ. વધુ સારી નાગરિક સુવિધાઓ આપવાના બદલામાં મતદારોની આ ભેટે દેશની રાજધાનીમાં નાગરિકોની જીવન ગુણવત્તા વધુ સારી કરવા માટે કેજરીવાલ સરકારની જવાબદારી વધારી છે.

“આપણે અશ્વ મેઘ યજ્ઞ આરંભ્યો છે. તે દિલ્હી તરફ આગળ વધી રહ્યો છે.” તેવું સ્વપ્ન ભાજપના કપ્તાન વાજપેયીએ ૧૯૯૬ના મુંબઈ મહા અધિવેશનમાં જોયું હતું. તે દિવસોમાં ભાજપને દિલ્હી વિધાનસભામાં ૪૨.૮ ટકા મતો મળ્યા હતા અને ૪૯ બેઠકો મળી હતી. તેઓ સામાન્ય ચૂંટણીમાં સત્તા પ્રાપ્ત કરવા અને ભારત સરકાર બનાવવા આશા સેવી રહ્યા હતા. ભાજપ પહેલી વાર કેન્દ્રમાં અને દિલ્હી વિધાનસભામાં પણ, સત્તામાં આવી હતી, પરંતુ આ પરિસ્થિતિ ટકી નહીં કારણકે કૉંગ્રેસે ૧૯૯૮માં દેશની રાજધાની ફરીથી કબજે કરી લીધી હતી. ભાજપ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીમાં સત્તામાં પાછા ફરવા સક્ષમ રહ્યો પરંતુ દિલ્હી પર નિયંત્રણ કરવું ભાજપ માટે ખાટી દ્રાક્ષ સમાન સાબિત થયું છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો અને ૬૦થી વધુ વિધાનસભા બેઠકોમાં મોદીનો જાદુ ફરી વળ્યો હતો પરંતુ ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં આઆપે ભાજપની ભરતીનાં મોજાંને ઓસારી નાખ્યાં હતાં. ભાજપ વર્ષ ૨૦૧૭માં દિલ્હીના ત્રણ મહાનગરોની ચૂંટણીમાં આઆપને ૨૬ ટકા મતો પૂરતો સીમિત રાખી શક્યો હતો પરંતુ ગત સામાન્ય ચૂંટણીમાં ભાજપે તમામ સાત લોકસભા બેઠકો કબજે કરી હતી. તે ચૂંટણીમાં આઆપના મતો ૧૮ ટકા ઘટ્યા હતા અને તેને પરિણામે ભાજપ એવા ભ્રમમાં હતો કે તે વિધાનસભા ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર મોદીના જાદુના સહારે પોતાનું કમળ ખિલવી શકશે. ભાજપે એ આંતરમંથન કરવું રહ્યું કે નાગરિકત્વ સુધારા અધિનિયમ, હિન્દુત્વ એજન્ડા, ૨૦૦થી વધુ સાંસદોને દિલ્હીમાં પ્રચારમાં કામે લગાડવા અને ૫૦ કેન્દ્રીય પ્રધાનોને રાજધાનીમાં પ્રચારમાં ઉતારવા તેમજ મતદારો માટે ડઝનેક રેલીઓ અને રૉડ શૉ કરવા છતાં દિલ્હીના મતદારો આઆપ તરફ કેમ ઝૂક્યા.

જનસંખ્યા મુજબ, દિલ્હીએ ૧૪૦ દેશોને પાછળ છોડી દીધા છે. પરંતુ મૂળભૂત સુવિધાઓ આપવી તે દયનીય સ્થિતિ બની ગઈ છે. આમ આદમી પક્ષ (આઆપ) જેનું ચૂંટણી ચિહ્ન ઝાડુ છે, જે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને સાફ કરવાનું પ્રતીક છે, તેમે મુખ્યત્વે આવી મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેણે ગરીબ લોકો અને મહિલાઓનો વિશ્વાસ જીત્યો છે. કેજરીવાલનો પક્ષ કે જે વર્ષ ૨૦૧૩માં સત્તામાં આવ્યો હતો તેણે મફત વીજળી અને પીવાના પાણીની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને મોહલ્લા ક્લિનિક (વિસ્તાર હૉસ્પિટલો)ની સંસ્થાઓ દ્વારા લોકોની નજીક આવ્યો હતો. તેણે શાળાઓમાં શિક્ષણનું ધોરણ સુધારવા પર પ્રાથમિકતા આપી હતી અને છોકરીઓ તેમજ મહિલાઓને મફત પરિવહન પૂરું પાડ્યું હતું જેના દ્વારા તેને લોકોની ખૂબ જ પ્રશંસા મળી હતી. સીસી કેમેરા વ્યાપક રીતે લગાડીને તેણે મહિલાઓની સુરક્ષાને ઉચ્ચ પ્રાથમિકતા આપી હતી. આઆપ કે જેણે જાહેર કર્યું હતું કે તે તેના કામકાજ પર મત માગશે તેણે નકામા રાજકારણ અને વિવાદમાં ઉતરવાનું ટાળ્યું અને વ્યૂહાત્મક રીતે કામ કર્યું. મુસ્લિમ મતદારોની સંખ્યા ૧૪ ટકા છે, જેમણે કેજરીવાલને પૂરેપૂરો ટેકો આપ્યો. એક વાર એ અનુભૂતિ થઈ ગઈ કે આઆપ રાષ્ટ્રીય સ્તરે વિસ્તરી શકે તેવો અવકાશ નથી અને દિલ્હી મહાનગર પાલિકાનાં ૨૦૧૭નાં પરિણામો પછી તેણે વ્યવહારુ અને વાસ્તવિક અભિગમ અપનાવ્યો હતો. આ અનુભૂતિએ કેજરીવાલને માત્ર દિલ્હી પર જ ધ્યાન કેન્દ્રિત કરતા કરી દીધા હતા. સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે સત્તાનો ભેદ સ્પષ્ટ કરતો ચુકાદો આપ્યો છે તેને જોતાં, કેજરીવાલે રાજધાનીની સ્થિતિ સુધારવા માટે રૂ. ૬૦,૦૦૦ કરોડના વાર્ષિક બજેટ સાથે ખૂબ જ કઠોર પરિશ્રમ કરવો પડશે. એ જોવું રહ્યું કે કેજરીવાલનું પ્રશાસન કઈ રીતે દિલ્હીનું જીવન ધોરણ જે ૧૪૦ શહેરોની વૈશ્વિક યાદીમાં ૧૧૮મા ક્રમે છે, તેને સુધારે છે અને તે તેમના માટે લિટમસ પરીક્ષણ બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.