ભાજપના સાંસદે કહ્યું કે, મમતા દીદીને શું થયુ છે ખ્યાલ નથી આવતો, તેઓ રામનું નામ સાંભળતા જ ભડકી જાય છે. જેવી રીતે આખલોને લાલ કપડુ બતાવતા તે ભડકી જાય છે, તેવી રીતે "જય શ્રીરામ" સાંભળીને દીદી ઉત્તેજીત થઇ જાય છે.
તેમણે કહ્યું કે, બંગાળમાં લોકોએ "જય શ્રીરામ" નામનો જાપ કરીને મમતા દીદીને હલાવી નાખ્યાં છે. ભગવાનના નામનો જેણે પણ વિરોધ કર્યો છે, તે બચ્યાં નથી.
TMC સાંસદ અભિષેક બેનર્જીના નિવેદન પર તેમણે કહ્યું કે, "માં કાલી" હોય કે, "જય શ્રીરામ" બંને અમારી પૌરાણીક કથાનું એક અંગ છે.