નવી દિલ્લીઃ વિશાખાપટ્ટનમ ગેસ દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય વિજય જોલીએ પીડિતોનાં પરિવારોને આશ્વાસન આપ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે, ટૂંક સમયમાં દુર્ઘટનામાં પીડિતોને ન્યાય મળશે. વિશાખાપટ્ટનમમાં ગેસ લીક થવાને કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે સેંકડો લોકો હોસ્પિટલમાં દાખલ છે અને નજીકનાં ઘણા ગામોને પણ ખાલી કરાવવામાં આવ્યાં છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ દુર્ઘટના બાદ સેંકડો લોકો તેની પકડમાં આવી ગયા છે. જ્યાં ગેસ દુર્ઘટનાના કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે સેંકડો લોકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ દુર્ઘટનાને કારણે નજીકના ગામોના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
જ્યારે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા વિજય જોલીએ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસની અસર થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે, તે જ જોલીએ અસરગ્રસ્ત લોકો માટે ન્યાયની માગ કરી છે.