નીતિશ કુમારના શાસનમાં ફરી એકવાર પોલંપોલ ખુલી છે. જનતા તો સુરક્ષિત નથી જ પણ સત્તાધારી પક્ષના નેતા પણ સુરક્ષિત નથી રહ્યાં. જિલ્લાના હસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડપુરાની પાસે મદન યાદવની બાઇકમાં આવેલા ગુનેગારોએ ગોળી મારી હત્યા કરી નાખી છે.
મળતી માહિતી મુજબ નેતા ત્રણ સાથીઓ સાથે સવારે મોર્નિંગ વોક પર નીકળ્યાં હતા. જે દરમિયાન પહેલેથી જ ગુનેગારોએ ષડયંત્ર રચી તેમના પર ફાયરિંગ કર્યું હતું. ભાજપના નેતા પર થયેલા ફાયરિંગમાં પેટ પર ગોળી લાગતા તેઓ નીચે પટકાયા હતા, ત્યાર બાદ ગુનેગારો તેમને ગોળી મારી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
સમગ્ર ધટનાની માહિતી મળતા હસપુરા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. હાલમાં આ મામલે કોઇની ધરપકડ થઇ નથી. મદન પહેલા RJDમાં હતા અને પહાડપુરા ખંડના અધ્યક્ષ રહી પણ ચુક્યા છે, હાલમાં તેઓ ભાજપમાં હતા.