સુપ્રિમ કોર્ટે રાફેલ મામલે ચુકાદો આપવાની સાથે તપાસની અરજીને રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી કે, આ નિર્ણય બાદ રાફેલ કૌભાંડ મામલે JPC દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતું કે, સુપ્રિમ કોર્ટના જજ જોસેફ જણાવ્યું છે કે, રાફેલ કૌભાંડમાં સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ મામલે JPCની રચના કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે રાફેલ વિમાનની ડીલના મામલે નરેન્દ્ર મોદી સરકારને ગુરુવારે ક્લીન ચીટ આપી છે અને કહ્યું છે કે, આ અરજી અંગે હવે ફરીથી સુનાવણી થશે નહીં.
આમ, અદાલતે 2018ની 14 ડિસેમ્બરે કરેલા નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગ કરતી તમામ અરજીઓને રદ કરી છે.