ભુવનેશ્વર: BJDના વરિષ્ઠ નેતા અને પીપિલીના ધારાસભ્ય પ્રદીપ મહારથીનું એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.
પ્રદીપ મહારથી કોરોના પોઝિટિવ મળ્યા હતા. શનિવારે મોડી રાત્રે મહારથીનું અવસાન થયું છે. તેમને SUM અલ્ટીમેટ મેડિકેરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર હાલતને કારણે તેમને શુક્રવારથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. સંપૂર્ણ રાજ્યકીય સન્માન સાથે મહારાથીના પાર્થિવ દેહની અંતિમવિધિ કરવામાં આવશે.
રાજ્યપાલ પ્રો.ગણેશી લાલે મહારથીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને પરિવાર પ્રત્યે સંવેદના દાખવી હતી. આ સાથે તેમણે કહ્યું કે, "તે લોકપ્રિય નેતા અને સક્ષમ ધારાસભ્ય હતા, તેમનું અકાળ મૃત્યુ રાજકારણ માટે મોટી ખોટ છે."
મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મહારથીને બીજૂ જનતા દળના મહત્વપૂર્ણ નેતા અને બીજૂ બાબુના લાંબા સમયથી સાથી તરીકે વર્ણવ્યા હતા. તેઓ અસાધારણ સંગઠન ક્ષમતા માટે જાણીતા છે, પિપિલીથી સતત સાત વખત તેઓ ચૂંટણી જીત્યા હતા.