પંચકુલા: શહેરમાંથી આજે એક ભાવૂક ઘટના સામે આવી હતી. જ્યાં સમાજમાં આજે લોહીના સંબંધોને લોકો ભૂલી રહ્યા છે, ત્યારે પંચકુલા પોલીસનો માનવતાએ દરેકને દિલ જીતી લીધુ છે.
પોલીસે પંચકુલામાં એકલા રહેતા નિવૃત્ત કર્નલ પુરીને સરપ્રાઇઝ આપીને તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. કર્નલ પુરી આ સરપ્રાઇઝ જોઇને ભાવુક થઈ ગયા હતા. જે બાદ પોલીસકર્મીઓએ કર્નલ પાસે કેક કપાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
પંચકુલા પોલીસ કમિશનરને સૂચના મળી હતી કે, નિવૃત્ત કર્નલ પુરી, જે વરિષ્ઠ નાગરિક છે. તે તેના ઘરે એકલા રહે છે અને આજે તેમનો જન્મદિવસ છે. જે બાદ તેણે નિવૃત્ત કર્નલ પુરી માટે કેક મોકલી હતી.
પંચકુલા પોલીસના હરિયાણાના DGP મનોજ યાદવ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, જે લોકો એકલા રહે છે અથવા કેટલાક લોકો કે જેમના બાળકો વિદેશમાં રહે છે. પોલીસ આવા લોકોના સંપર્કમાં છે.
ડીજીપી મનોજ યાદવે કહ્યું કે, આ એક નવી હૃદય સ્પર્શી પહેલ છે. તેમણે કહ્યું કે, દરેકને તેના જન્મદિવસ પર અભિનંદન આપવાનું શક્ય નથી, પરંતુ શક્ય હોય તેટલુ કરીએ છીએ.