ETV Bharat / bharat

આપત્તિ તેની પાંખો ફેલાવી રહી છે

author img

By

Published : Jan 18, 2021, 6:32 PM IST

ખરાબ કોરોના વાઇરસ રોગચાળાના કારણે જાહેર આરોગ્યની સ્થિતિ વણસાવતાં, પક્ષીઓની વસતિમાં પક્ષી ફ્લુ (બર્ડ ફ્લુ)ના ચેતવણીરૂપ બનાવો દેશનાં 10 રાજ્યોમાં એવા સમયે બની રહ્યા છે જ્યારે તે કોવિડ-19 રોગચાળા સામે લડવા તેની બધી શક્તિ એકઠી કરી રહ્યાં છે. પ્રવાસી પક્ષીઓ દ્વારા ભારતમાં લાવવામાં આવેલા પક્ષી ફ્લુ વાઇરસના કારણે રાજસ્થાનમાં મોટી સંખ્યામાં કાગડા અને ગરુડોનાં મૃત્યુ થયાં છે.

બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂ

ન્યૂઝ ડેસ્ક: ખરાબ કોરોના વાઇરસ રોગચાળાના કારણે જાહેર આરોગ્યની સ્થિતિ વણસાવતાં, પક્ષીઓની વસતિમાં પક્ષી ફ્લુ (બર્ડ ફ્લુ)ના ચેતવણીરૂપ બનાવો દેશનાં 10 રાજ્યોમાં એવા સમયે બની રહ્યા છે જ્યારે તે કોવિડ-19 રોગચાળા સામે લડવા તેની બધી શક્તિ એકઠી કરી રહ્યાં છે. પ્રવાસી પક્ષીઓ દ્વારા ભારતમાં લાવવામાં આવેલા પક્ષી ફ્લુ વાઇરસના કારણે રાજસ્થાનમાં મોટી સંખ્યામાં કાગડા અને ગરુડોનાં મૃત્યુ થયાં છે. 31 ડિસેમ્બર 2020ના રોજ ભોપાલની નેશનલ એનિમલ લેબોરેટરીએ પુષ્ટિ કરી હતી કે મૃત્યુનું કારણ જાણવા તેને સોંપાયેલા પક્ષીના મૃતદેહોમાં પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસ મળી આવ્યો હતો. બહુ થોડા સમયમાં બર્ડ ફ્લુ ઈન્દોર, ગુજરાત, દિલ્લી, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં ફેલાઈ ગયો હતો.

જ્યાંથી પક્ષી ફ્લુના કેસો નોંધાયા છે ત્યાંથી એક કિમીના વિસ્તારમાં મરઘા પક્ષીઓને મારીને અને તેમને વૈજ્ઞાનિક રીતે દાટીને પક્ષી ફ્લુનો ફેલાવો અટકાવવા સંબંધિત રાજ્ય સરકારો યુદ્ધના ધોરણે પગલાં લઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તમામ રાજ્યના મુખ્ય પ્રધાનોને ચેતવ્યા છે કે જે રાજ્યોમાં હજુ સુધી બર્ડ ફ્લુની ભાળ નથી મળી તે રાજ્યો દ્વારા પણ સાવધાની રખાવી જોઈએ.

વર્ષ ૨૦૦૬થી ૨૦૧૮ દરમિયાન પક્ષી ફ્લુના લીધે ૮૩ લાખ મરઘા પક્ષીઓને મારી નખાયા હતા અને દાટી દેવાયા હતા. આ વખતે પણ રાજ્યનું તંત્ર આ જ રણનીતિ અનુસરી રહ્યું છે. જોકે તેમણે મરઘા ઉછેર ક્ષેત્રને લઘુતમ નુકસાન થાય તે માટે કાળજી લેવી જોઈએ. કૉવિડ-૧૯એ મેન્યુફૅક્ચર અને સેવા ક્ષેત્ર બંનેને ફટકો માર્યો છે. પ્રવર્તમાન રોગચાળા છતાં કૃષિ એ એક માત્ર એવું ક્ષેત્ર છે જ્યાં પ્રગતિ વણથંભી થઈ રહી છે. પક્ષી ફ્લુનો પ્રસાર તે ક્ષેત્રને પણ અસર કરે છે. કૃષિ ખાતાના અંદાજ મુજબ, દેશમાં 73 કરોડ મરઘા પક્ષીઓ છે. તેમને આ ઘાતક વાઇરસથી બચાવવા તે ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી છે.

૧૨૮ વિવિધ પ્રકાર સાથે પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસ અનેક દેશોમાં અગાઉ ભયાનક રીતે પ્રસરી ચૂક્યો છે. તાજેતરમાં વિશ્વ પ્રાણી આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં નિવેદન કર્યું છે કે ગત વર્ષે ૪ ડિસેમ્બર અને ૨૪ ડિસેમ્બર વચ્ચે પક્ષી ફ્લુ ૧૪ દેશોમાં ૭૪ જગ્યાએ ત્રાટકી ચૂક્યો છે.

જોકે બર્ડ ફ્લુ માનવોને અસર કરતો નથી, પરંતુ H5N1 પ્રકારનો બર્ડ ફ્લુ રૂપ બદલીને માનવોમાં ચેપી રોગ બની ગયો છે, તેમ વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) કહે છે. બર્ડ ફ્લુ સામેની લડાઈના ભાગ રૂપે મૃત મરઘા અને અન્ય ચેપી પક્ષીઓને ખુલ્લા હાથે એટલે કે હાથનાં મોજાં વગર અડકવું ન જોઈએ. જ્યારે પક્ષીઓ રહસ્યમય કારણોથી મરે ત્યારે સત્તાવાર તંત્રને તેની તરત જ જાણ કરી સાવધાન કરવું જોઈએ. જો રોગનો ફેલાવો અટકાવવો હોય તો આવી સાવધાનીઓ વિશે દરેકને જાગૃત કરવા જોઈએ. કેન્દ્ર ભારપૂર્વક કહી રહ્યું છે કે પક્ષી ઇન્ફ્લુએન્ઝાનું નિયંત્રણ અને નાબૂદી કરવા માટેની રાષ્ટ્રીય કાર્ય યોજનાનું ચુસ્ત પાલન કરવું જોઈએ.

'હૂ'ના આંકડા મુજબ, ૧૭ દેશોમાંથી ૮૬૨ માનવોને બર્ડ ફ્લુ વર્ષ ૨૦૦૩થી ચેપ લગાડી ચૂક્યો છે. ૪૫૫ ચેપી વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. કૉવિડ-૧૯ની જાગૃતિના કાર્યક્રમો સાથે બર્ડ ફ્લુ અંગે જાગૃતિ પણ રાજ્ય સરકારોએ ફેલાવવી જોઈએ. તેમ કરવાથી તેઓ રૂપ બદલીને આવેલા વાઇરસથી લોકોની જિંદગીની સુરક્ષા કરી શકશે અને રૂ. ૮૦,૦૦૦ કરોડ જેટલી મોટી રકમના મરઘા ક્ષેત્રને પણ બચાવી શકશે.

અગાઉ એવી અફવા હતી કે મરઘાના માંસને ખાવાથી કૉવિડ-૧૯ ફેલાઈ રહ્યો છે. આ અફવાથી આ ક્ષેત્રને રૂ. ૭,૫૦૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. આ નુકસાનમાંથી મરઘા ક્ષેત્ર હજુ બહાર આવ્યું નથી. ગ્રાહકોમાં એવી જાગૃતિ ફેલાવવાની જરૂર છે કે ૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડથી ઉપરના તાપમાને પકવવામાં આવતાં ભારતીય વ્યંજનોમાં બર્ડ ફ્લુ વાઇરસ જીવતો રહી શકે નહીં.

માંસાહારના ઉપભોગમાં સુરક્ષિત રીતો અપનાવીને રોગ સામે પૂરતા પ્રતિકાર સાથે પોતાને સજ્જ કરીને લોકોએ બર્ડ ફ્લુની નાબૂદીની લડાઈમાં ભાગ લેવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.