નવા વર્ષના પ્રસંગે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ડિફેન્સ ઑફ સ્ટાફની જવાબદારી સંભાળશે. તેમનું કાર્યાલય સાઉથ બ્લોકમાં હશે. બુધવારે સવારે બિપિન રાવતને ત્રણેય સેનાઓ તરફથી ગાર્ડ ઑફ ઓનર અપાશે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું કાર્યાલય સાઉથ બ્લોકમાં હશે. તેમની વર્ધી મૂળ સેવાવાળી હશે. જનરલ બિપિન રાવત પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ બાદ મંગળવારે સેના પ્રમુખ પદેથી સેવાનિવૃત થયા. સોમવારે તેમને ભારતના પ્રથમ CDS તરીકે નિયુક્ત કરાયા છે.
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે, લશ્કરી બાબતોના વિભાગની રચના જરૂરી લશ્કરી કુશળતા અને સી.ડી.એસ.ની પોસ્ટના સંસ્થાકીયકરણએ એક મહત્વપૂર્ણ અને વ્યાપક સુધારો છે. જે આપણા દેશને આધુનિક યુદ્ધના સતત બદલાતા પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.