જયપુરઃ પ્રદેશમાં વિજ વિભાગમાં મોટા પાયે પરિવર્તન થા બાદ વિજચોરી અટકાવવા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. જયપુર શહેરમાં અત્યાર સુધીની સૌથી મોટી વીજચોરીની ઘટના સામે આવી છે. સિંધી કેમ્પ હોટલના મહારાની પ્રાઇમ ડિસ્કોમમાં વિજીલેંસ ટીમે કાર્યવાહી કરી ત્યારે રૂપિયા 2.30 કરોડની વીજચોરીને પકડી પાડી હતી.
હોટલમાં મીટરને ધીમા કરીને વીજચોરી કરવામાં આવતી
વીજચોરીની આ ઘટનાને જયપુર ડિસ્કમની મીટર અને વિજીલન્સ ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને પકડી પાડી હતી. હોટલમાં મીટરને ધીમા કરીને વીજચોરી કરવામાં આવતી હતી. ડિસ્કોમે વીજચોરીની ઘટનાને લઇને હોટલ પર 2 કરોડ 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. વિજીલેંસની ટીમ ત્યાં પહોચી તો તેમને જાણવા મળ્યુ કે, ટેસ્ટ ટર્મિનલ બ્લોકમાં છેડછાડ કરીને મીટરને 44 ટકા ધીમું રાખવામાં આવ્યુ હતુ.