નવી દિલ્હી: નિષ્ણાંતોના કહેવા પ્રમાણે, જો આ વર્ષની યુએસની રાષ્ટ્રપતિપદની ચુંટણીમાં જો બીડન અને કમલા હેરીસની જીત થાય છે તો વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે કરાર પાછો ખેંચ્યો છે તે 2015 પેરીસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ ફરીથી લાગુ થતો આપણે જોઈ શકીએ છીએ.
બીડન અને હેરીસ બંન્ને આબોહવા અને પર્યાવરણના સંવર્ધનના સખ્ત હિમાયતી છે અને માટે જ જે સંધી માટે ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી તે સંધી આગળ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
હેરીસ, કે જેમને ડેમોક્રેટ પ્રેસીડેન્શીયલના ઉમેદવાર જો બીડન દ્વારા પોતાના સાથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને જે કેલીફોર્નીયાથી યુએસના સેનેટર છે તેમણે આ મહિનાની શરૂઆતમાં યુએસના ન્યુયોર્ક એલેક્ઝાન્ડ્રીયાથી પ્રતિનીધી ઓકાસીઓ કોર્ટેઝ સાથે મળીને ક્લાઇમેટ ઇક્વીટી એક્ટ (CEA) રજૂ કર્યો હતો.
CEA ડ્રાફ્ટનું નિવેદન કંઈક આ પ્રમાણે હતુ, “પર્યાવરણ અને આબોહવામાં આવી રહેલા બદલાવના નીતિ નીયમો તેમજ પરીવહન, હાઉસીંગ, માળખાગત સુવિધાઓ, નોકરીઓ તેમજ કામદારોને તૈયાર કરવા તેમજ અન્ય કેટલીક બાબતોનો જેમાં વિસ્તૃત રીતે સમાવેશ થાય છે તેવી નીતિઓ, નિયમો તેમજ પર્યાવરણને લગતા નિયમો બાબતેના નિર્ણયોમાં ફ્રન્ટલાઇન કમ્યુનીટી નિર્ણય પ્રક્રીયાનો ભાગ છે તે વાતની ખાતરી માટે આપણે યુનાઇટેડ સ્ટેટ્સ સરકારને જવાબદાર માનવી જોઈએ.”
યુએસના પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રંપે 2017માં 2015નો પેરીસ ક્લાઇમેટ અગ્રીમેન્ટ પાછો ખેંચવાના લીધેલા નિર્ણયનો આ સીધો જ વિરોધાભાસ હતો. આ કરાર બાબતે ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક વાટાઘાટો માટેની કેટલીક શરતો આપી હતી કે જો ‘યુનાઇટડ સ્ટેટ્સ, તેનો બીઝનેસ, તેના કામગારો, તેના લોકો અને તેના કરદાતાઓને અનુકુળ હોય તેવી શરતો’ સાથે અથવા કોઈ નવી જ શરતો સાથે તેઓ અગ્રીમેન્ટ કરવા તૈયાર છે. આ કરારમાંથી પીછેહઠ કરતી વખતે ટ્રમ્પે જણાવ્યુ હતુ કે પેરીસ સમજૂતી અમેરીકાના અર્થતંત્રને નબળુ પાડશે એને તેના દેશને કાયમી ફડચા તરફ ધકેલી દેશે. તેમણે એ પણ જણાવ્યુ હતુ કે આ કરાર પાછો ખેંચવાની પદ્ધતિ અમેરીકાની ફર્સ્ટ પોલીસી અનુસાર હશે.
2015માં થયેલી ‘કોન્ફરન્સ ઓફ પેરીસ’ બાદ જેમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા તેવા ખુબ જ મહત્વના એવા ‘પેરીસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ’ અંતર્ગત વર્ષ 2020થી વિકસીત દેશોએ વિકાસશીલ દેશોને તેમના પર્યાવરણને લગતા કાર્યક્રમોને પહોંચી વળવા માટે અથવા પર્યાવરણમાં આવી રહેલા પરીર્વતન માટે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેશન્શ (UNFCCC) ને રજૂ કરેલા નેશનલી ડીટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ (NDCs)ને પહોંચી વળવા માટે દર વર્ષે 100 બીલિયન ડોલર આપવાની ખાતરી આપવી પડશે.
આ સંધી પ્રમાણે વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલા વધારાને 2 ડીગરી સેલ્સીયસથી નીચો રાખવાનો ધ્યેય રાખવો પડશે અને વિશ્વના દેશો વૈશ્વિક તાપમાનમાં વધારો થવાનો આંકડો 1.5 ડીગરી સેલ્સીયસ રહે તેવા પ્રયત્નો કરશે.
આ સંધી હેઠળ ભારતે ત્રણ મુખ્ય બાબતોની ખાતરી આપી હતી: વર્ષ 2030 સુધીમાં ભારત પોતાની કુલ ઇલેક્ટ્રીસીટીમાંથી ઓછામાં ઓછી 40% ઇલેક્ટ્રીસીટી નોન-ફેસીલ સ્ત્રોતમાંથી ઉત્પાદીત કરશે; 2030 સુધીમાં 2005ની તુલનામાં તેની GDPમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની તીવ્રતામાં 33-35 ટકાનો ઘટાડો સુનિશ્ચીત કરવામાં આવશે; અને 2030 સુધીમાં જંગલો અને વૃક્ષો ઉભા કરીને કાર્બન ડાયઓક્સાઇડના સમકક્ષ એવી 2.5 થી 3 બીલિયન ટન જેટલી વધારાની ‘કાર્બન સીંક’નો ઉમેરો કરશે.
2015માં CoP દરમીયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇઝ હોલેન્ડ સાથે મળીને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ (ISA)ની શરૂઆત કરાવી હતી. ISAએ એક સોલારના સ્ત્રોતોથી સભર દેશોનો એક સમુહ છે જે તેમની સોલારની જરૂરીયાતોને પહોંચી વળવા માટે અને એક સર્વસામાન્ય સમજૂતી કરીને સોલારની જરૂરીયાતો પુરી કરવાના પ્લેટફોર્મને પુરૂ પાડવાના ધ્યેય સાથે કામ કરે છે.
ISA કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આવતા તમામ સંભવિત 121 સભ્ય દેશો માટે ખુલ્લુ છે.
ISAનું હેડક્વાટર ગુરૂગ્રામ ખાતે આવેલું છે અને નવી દિલ્હીએ વર્ષ 2016-17થી 2020-21 સુધી માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે તેમજ રીકરીંગ ખર્ચ માટે 125 કરોડ રૂપિયાનું ભંડોળ પુરૂ પાડવાનો નિર્ણય કર્યો છે.
ભારતના સૌર ઉર્જા ઉત્પાદીત કરવાના પ્રયત્નને Covid-19ને કારણે અસર પહોંચી છે તેમ છતા 30 જૂન 2020 સુધીમાં ભારતની ક્ષમતા 35 GW સુધી પહોંચી છે.
હવે જ્યારે હેરીસે CEAને રજૂ કર્યુ છે ત્યારે નિષ્ણાંતોનું માનવુ છે કે, જો હવે બીડન ચુંટણી જીતે છે તો યુએસ ફરી એક વાર પેરીસ સંધીમાં જોડાઈ શકે છે જે નવી દિલ્હી માટે એક સારા સમાચાર હશે.
ક્લાઇમેટ હોમ ન્યુઝે ન્યુ ક્લાઇમેટ ઇન્સ્ટીટ્યુટના થીંક ટેંકના વડા નીક્લસ હોનેએ આપેલુ એક નિવેદન ટાંક્યુ હતુ જે હોનેએ, બીડને હેરીસને તેના સહ-ઉમેદવાર તરીકે ચુંટ્યા ત્યારબાદ આપ્યુ હતુ કે, “ક્લાઇમેટ ડીપ્લોમસી માટે આ એક ખરેખર એક સારૂ પગલુ છે.”
હોનેએ જણાવ્યુ હતુ કે, બીડન અને હેરીસનું એડમીનીસ્ટ્રેશન “દિવસ અને રાત ક્લાયમેટ પોલીસી અને પેરીસ એગ્રીમેન્ટને સમર્પીત હોય” તે પ્રકારનું છે.
નવી દિલ્હી સ્થીત ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશન નામની થીંક ટેંકના સેન્ટર ફોર રીસોર્સ મેનેજમેન્ટના પ્રતિષ્ઠીત ફેલો અને હેડ એવા લેઇડીયા પોવેલે પણ આ બાબત સાથે સહમતી દર્શાવી હતી.
ETV Bharat સાથે વાત કરતા પોવેલે યાદ કર્યુ હતુ કે, બીડને પોતે નિવેદનો જાહેર કર્યા હતા કે જેમાં ક્લાઇમેટ ચેન્જ સામે લડત આપવા માટે યુએસે કઈ રીતે કાર્યો કરવા જોઈએ તે બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમના આ નિવેદનો ટ્રમ્પની નીતિની તદ્દન વિરૂધ્ધ છે.
પોતાના પ્રચાર દરમીયાન એક નિવેદનમાં બીડને કહ્યુ હતુ કે તેઓ જાણે છે કે યુએસે તેના સાથી રાષ્ટ્રો સાથે કેવી રીતે ઉભુ રહેવુ જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, “પોતાના વિરોધીઓ સામે ઉભા થાઓ અને જે પગલા જરૂરી છે તેના માટે વિશ્વના કોઈ પણ નેતા સાથે ઉભા રહેવા માટે કટીબદ્ધ બનો.”
બીડનની પ્રચાર માટેની વેબસાઇટમાં કહેવામાં આવ્યુ હતુ કે, “ક્લાઇમેટ ચેન્જ માટેના પેરીસ એગ્રીમેન્ટ માટે તે યુએસને ફરી એક વાર તૈયાર કરશે એટલુ જ નહી પરંતુ તેઓ તેનાથી પણ ઘણું જ વધુ કરવાની ઇચ્છા અને ક્ષમતા ધરાવે છે.”
જો કે પોવેલે નોંધ્યુ હતુ કે, ડેમોક્રેટ્સ પણ ફોસીલ ફ્યુઅલની તદ્દન વિરૂધ્ધમાં તો નહી જ હોય કારણ કે તેના પર યુએસમાં કેટલીક સ્થાનિક નોકરીઓ આધારીત છે.
“પરંતુ વિશ્વ ક્લીન ફ્યુઅલ તરફ વળશે તે એક હકીકત છે.” તેણીએ જણાવ્યુ હતુ. “જો બીડન અને હેરીસની જોડી જીતશે તો યુએસ પેરીસ સંધી તરફ આગળ વધશે એ વાત લગભગ નક્કી છે.”
હેરીસનું CEA, એક્ટ બનાવવા માટે સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયોમાંથી આગેવાનો આવે અને તેઓ ફેડરલ ક્લાઇમેટ અને એનવાયરમેન્ટલ એક્શન માટે કાયદો બનાવે તેવુ ઈચ્છે છે.
CEAના ડ્રાફ્ટ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવે તે પહેલા મુખ્ય સમુદાયો અને તેમના ભાગીદારોને તક આપવામાં આવશે કે તેઓ આ ડ્રાફ્ટ પર પબ્લીક ફીડબેક આપી શકે જેથી આપણે સાથે મળીને એક મજબૂત નીતિ ઘડી શકીએ.”
યુએસના વાઇસ પ્રેસીડન્ટ પદ માટેના પહેલા એવા ઉમેદવાર જેઓ ભારતીય અને આફ્રીકન મૂળના છે તેવા હેરીસ તેમની સમગ્ર કારકીર્દી દરમીયાન આબોહવા અને પર્યાવર્ણના સંવર્ધનના હિમાયતી રહ્યા છે. સન ફ્રાન્સીસ્કોના એટર્ની તરીકે શહેરના સૌથી વધુ જોખમ ધરાવતા સમુદાયોને મદદ કરવા માટે તેમણે એનવાયરમેન્ટલ જસ્ટીસ યુનિટની સ્થાપના કરી છે.
જો બીડન જીત મેળવીને વ્હાઇટ હાઉસ સુધી પહોંચશે તો પેરીસ સંધી માટેના યુએસના દરેક પગલા પર ભારતની નજર રહેશે. રીયલ ક્લીયર પોલીટીક્સ પર આધારીત ફાઇનાન્સીયલ ટાઇમ્સના યુએસ પોલ ટ્રેકરના તાજા આંકડાઓ પ્રમાણે, બીડન 298 ઇલેક્ટોરલ કોલેજ વોટ મેળવી રહ્યા છે જ્યારે ટ્રમ્પ માત્ર 119 વોટ મેળવી રહ્યા છે. કોઈપણ ઉમેદવારે રાષ્ટ્રપતિનું પદ મેળવવા માટે આવા 270 વોટ મેળવવા જરૂરી બને છે.
- અરોનીમ ભૂયાન