કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, કાર્યવાહી બદલાની ભાવનાથી કરવામાં આવી છે. જે બાદ ભોપાલમાં તે સમયે વિવાદની સ્થિતિ પેદા થઈ હતી. જ્યારે CRPF અને પોલીસના જવાન ભોપાલમાં અશ્વિન શર્માના નિવાસસ્થાને સામે સામે આવી ગયા હતા. CRPFનું કહેવું છે કે, મધ્ય પ્રદેશ પોલીસ તેમણે કામ નથી કરવા દેતી.
ઇન્કમ ટેક્સ વિભાગે આવકની ચોરીના આરોપમાં રવિવારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ સાથે જોડાયેલા લોકોને દિલ્હી અને મધ્ય પ્રદેશ સ્થિત 50 ઠકાણે રેડ પાડી હતી. કમલનાથના અંગત સચિવના ઘરે ITએ રેડ પાડીને 9 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.
પ્રવિણ કક્કડનો સહયોગી અશ્વિન શર્મા ભોપાલના પ્લેટિન પ્લાઝામાં રહેતા હતા. તેમણે CRPF તેમની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે, અશ્વિન શર્મા જે રેસીડેન્સિયલ બિલ્ડિંગમાં રહેતા હતા, ત્યા બીજા પરિવાર પણ રહેતા હતા. CRPFએ તપાસ દરમિયાન બીજા લોકોને બહાર કાઢયા હતા.
અશ્વિન શર્મા કમલનાથના કે કે એસઓડી પ્રવીણ ક્કકડના સહયોગી છે. આ ઇન્કમ ટેક્સની ટીમ તેમણે પૂછપરછ માટે લઈ જવા માગતી હતી. તેમના નિવાસસ્થાનેથી IT વિભાગને રોકડ અને ટ્રાન્સફરના દસ્તાવેજ મળ્યા છે. CRPFના અધિકારી પ્રદિપ કુમારનું કહેવું છે કે, મધ્ય પ્રદેશ પોલીસ અમારા કામમાં અવરોધ કરી રહી છે. પોલીસના જવાનાએ અમારા પર ગોળીઓ પણ ચલાવી છે. અમે ફક્ત અમારા અધિકારીઓના ઓડર ફોલો કરી રહ્યા છીએ.
કમલનાથનો ભાણો રતુલ પુરીના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી હતી. પુરી ઓગસ્તા વેસ્ટલેન્ડ ડિલમાં આવ્યું હતું.