ETV Bharat / bharat

TOP NEWS @10 AM : વાંચો સવારે 10 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

bharat
TOP NEWS @10
author img

By

Published : May 20, 2020, 10:47 AM IST

Updated : May 20, 2020, 11:17 AM IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશની મુખ્ય જાહેર આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત યોજનાના "1 કરોડ લાભાર્થી" સાથે વાતચીત કરી હતી અને વિશ્વના "સૌથી મોટા સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ અને સંગઠનોનો આભાર માન્યો હતો.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે મંગળવારે જાહેરાત કરી હતી કે, રેલવે વિભાગ 1 જૂનથી 200 નોન એસી સ્પેશિયલ ટ્રેન શરૂ કરશે. આ નોન એસી ટ્રેનોની ટિકિટનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ પહેલા રેલવે વિભાગે 30 સ્પેશિયલ એસી ટ્રેનો શરૂ હતી.

યૂપીમાં બસોને લઇને કોંગ્રેસ અને ભાજપમાં ધમાસાણ શરુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના સચિવ સંદિપ સિંહે 19 મેએ મોડી રાત્રે વધુ એક પત્ર સરકારને લખ્યો હતો. આ પત્રમાં ખાનગી સચિવે કહ્યું કે, સરકારના નિર્દેશો અનુસાર મંગળવારે સવારે બસોની સાથે ઉત્તર પ્રદેશ બોર્ડર પર ઉભા છે. બુધવારની સાંજે 4 કલાક સુધી તેમની બસો ઉત્તર પ્રદેશની બોર્ડર પર હાજર રહેશે.

ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નેશનલ હાઈવે-2 પર ટ્રકે ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 6 ખેડુતોનાં મોત નિપજ્યાં હતા. તેમજ એક ખેડૂત ઘાયલ થયો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સાંજ સુધીમાં નવા 3 કેસ પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 140 પર પહોંચ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગાર્બેજ ફ્રી શહેરોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાંથી કુલ 6 શહેરોને ફાઈવ સ્ટાર મળ્યા છે. જેમાં રંગીલા રાજકોટનો સમાવેશ થાય છે.

Last Updated : May 20, 2020, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.