રેલવેએ પોતાની સૌથી વધારે સ્પીડ સાથે દોડનાર વંદે ભારત એક્સપ્રેસ હવે નવા ત્રણ રૂટો પર દોડાવાનો નિર્ણય કર્યો છે. હજી સુધી ટ્રેન ક્યારથી દોડાવાશે તેના વિશે જાણકારી આપવામાં આવી નથી, પણ નવા શરૂ થનાર રૂટ વિશે માહિતી દર્શાવામાં આવી છે. જો કે ડિસેમ્બર 2019 સુધીમાં આ કાર્યને પુરૂ કરવામાં આવશે. નવી વંદે ભારત એક્સપ્રેસમાં સ્લીપર કોચનો પર ઉપયોગ કરવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસને રિપ્લેસ કરવા માટે લાવવામાં આવી છે. ટ્રેન-18 માટે નવા ત્રણ રૂટોનું નિર્માણ કરવામાં આવશે. હવે મુસાફરો પાસે વંદે ભારત અને રાજધાની એમ બંને વિકલ્પ રહેશે.