સ્મૃતિ ઇરાની સિવાય શપથ લેનાર મહિલાઓમાં ભટિંડાના સાંસદ હરસિમરત કૌર બાદલ અને ભાજપના નિર્મલા સિતારમણ પણ સામેલ છે.
- સ્મૃતિ ઇરાની
43 વર્ષની સ્મૃતિએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જંગી બહુમતીથી હરાવી અમેઠી પર જીત મેળવી હતી. સ્મૃતિ ઇરાની 2014માં આ સીટ હાર્યા હતા. સ્મૃતિને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું ખાતું સોંપવામાં આવ્યું છે તો સાથે જ કાપડ મંત્રાલય ખાતે તેમને રિપીટ કરવામાં આવ્યા છે.
![સ્મૃતિ ઇરાની](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3433864_irani.jpg)
- હરસિમરત કૌર
હરસમિરત કૌર બાદલ અકાળી દળમાંથી ભટિંડાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેમને ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
![હરસિમરત કૌર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3433864_badal.jpg)
- નિર્મલા સિતારમણ
સીતારમણ પાછલી સરકારમાં રક્ષાપ્રધાન હતા અને તેઓ રાજયસભાના સદસ્ય પણ છે. નિર્મલા સીતારમણને આ વખતે નાણાપ્રધાનનું પદ સોંપવામાં આપ્યું છે.
![નિર્મલા સિતારમણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3433864_nirmalasitaram.jpg)
- સાધ્વી નિરંજન જ્યોતિ
ફતેહપુરના સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિએ રાજયપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમને ગ્રામીણ વિકાસ પ્રધાનનું ખાતું આપવામાં આવ્યું છે. આ પદ પહેલા પણ તેમની પાસે જ હતું.
![સાધ્વી નિરંજન જ્યોતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3433864_sadhavi.jpg)
- રેણુકા સિંહ સરુતા
છત્તીસગઢની સરગુજા સીટના લોકસભા ચૂંટણી સરુતા સાંસદ બન્યા છે અને તેમને આદિવાસી બાબતના પ્રધાન બનાવાયા છે.
![રેણુકા સિંહ સરુતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3433864_renuka.jpg)
- દેબાશ્રી ચૌધરી
પશ્ચિમ બંગાળના રાયગંજથી ચૂંટણી લડેલા દેબાશ્રી ચૌધરીને પ્રધાન પરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ પણ રાજ્યપ્રધાન છે. રાજ્ય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે. પાછલા પ્રધાનમંડળમાં સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, મેનકા ગાંધી અને અનુપ્રિયા પટેલને પણ પ્રધાન પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
![દેબાશ્રી ચૌધરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3433864_debashree.jpg)