ETV Bharat / bharat

કોરોના સંકટઃ બેંગલુરુમાં એક અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન

author img

By

Published : Jul 15, 2020, 4:05 PM IST

કોવિડ-19ના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને, તમામ આવશ્યક દુકાનો અને દવાની દુકાનો સિવાય આગામી સાત દિવસ સુધી બેંગ્લુરુના શહેરી અને ગ્રામીણ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવ્યું છે.

bengaluru-lockdown-for-a-week
કોરોના સંકટઃ બેંગલુરુમાં એક અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન

બેંગલુરુઃ કોરોના વાઈરસના વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને, બેંગલુરુના શહેરી અને ગ્રામીણ જિલ્લાઓમાં તમામ જરૂરી દુકાનો, ફાર્મસીઓ સિવાય આગામી 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવ્યું છે. રાજ્ય સરકારે એક સપ્તાહ માટે લોકડાઉન અમલમાં મૂકીને બેંગ્લુરુમાં કોરોના વાઈરસને નિયંત્રણમાં લેવાનાં પગલાં અંગે એક વિસ્તૃત અહેવાલ મોકલ્યો છે.

  • શહેરમાં 7 દિવસના લોકડાઉન દરમિયાન જાહેર પરિવહન સેવા બંધ રહેશે.
  • કોઈ નવી ફ્લાઇટ્સ અથવા ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • મેટ્રો રેલ સેવાઓ બંધ રહેશે.
  • ઈમરજન્સી દરમિયાન ટેક્સી (ઓટો-રિક્ષા સહિત) અને કેબ એગ્રીગ્રેટર્સ સેવાઓ કાર્યરત થશે.
  • શાળાઓ, કોલેજો, શૈક્ષણિક / તાલીમ / કોચિંગ સંસ્થાઓ વગેરે પણ બંધ રહેશે.
  • પૂર્વનિર્ધારિત પરીક્ષામાં કોવિડ -19 મેનેજમેન્ટની સૂચનાનું સખતપણે પાલન કરવું પડશે.
  • હોટેલ અને રેસ્ટોરન્ટ્સને ફક્ત ટેકઅવે અને હોમ ડિલિવરી ચલાવવાની મંજૂરી હશે.
  • તમામ સિનેમા હોલ, શોપિંગ મૉલ, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટરો, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે.
  • તમામ સામાજિક, રાજકીય, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યોની મંજૂરી નથી.
  • બધા ધાર્મિક સ્થળો, પૂજા સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે.
  • બીએમટીસી, કેએસઆરટીસી અને ખાનગી બસોમાં ઈમરજન્સીમાં મુસાફરીની મંજૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.